Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

દેશ છોડ્યા બાદ અશરફ ગનીનું પહેલું નિવેદન :હું પૈસા લઈને ભાગ્યો નથી : મેં કાબુલની જનતાને ખુની જંગથી બચાવી છે

હું કાબૂલમાં હોત તો કત્લેઆમ થઈ જાત. સુરક્ષાના કારણોસર હું અફઘાનિસ્તાનથી દૂર છું. હું પૈસા લઈને ભાગી ગયો છું તે વાત તદ્દન ખોટી

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી : અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીનું દેશ છોડ્યા બાદ પહેલું નિવેદન સામે આવ્યું છે. અશરફ ગનીએ નિવેદન આપતા જણાવ્યું છ કે હું કાબૂલમાં હોત તો કત્લેઆમ થઈ જાત. સુરક્ષાના કારણોસર હું અફઘાનિસ્તાનથી દૂર છું. હું પૈસા લઈને ભાગી ગયો છું તે વાત તદ્દન ખોટી છે તે વાત માત્ર અફવા છે. મને જે લોકો ભાગેડુ કહી રહ્યા છે તે લોકો પહેલા સત્ય જાણી લે પછી આરોપ લગાવે.

UAEથી અફઘાનિસ્તાનને સંદેશ આપતા અશરફ ગનીએ વધુમાં જણાવ્યું હતું કે મેં કાબુલની જનતાને ખુની જંગથી બચાવી છે. વાતચીતથી કોઈ ઉકેલ નહોતો નીકળ્યો એટલા માટે મારે આ નિર્ણય કરવો પડ્યો હતો. આ અમારી અને તાલિબાન નેતૃત્વની નિષ્ફળતા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનની શરૂઆત થઈ ગઈ છે અને હવે તાલિબાન પોતાની સરકાર બનાવવા તરફ આગળ વધી ચૂકી છે. ત્યારે હવે દૂનિયાના વિવિધ દેશો દ્વારા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો કર વામાં આવી રહ્યા છે.

(11:42 pm IST)