Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

જમ્મુ -કાશ્મીરના જિલ્લાના ગુલપુર સેક્ટરમાંથી ચાર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

સર્ચ ઓપરેશન દરમિયાન સેના અને પોલીસ જંગલના દરેક ખૂણે તપાસ : સેનાના અધિકારી દ્વારા પકડાયેલા લોકોની પૂછપરછ

શ્રીનગર :ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયા બાદ યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ બંધ થઈ છે. આ દરમિયાન, સરહદ પારથી સતત ઘૂસણખોરીના પ્રયાસો થયા છે. આને ધ્યાનમાં રાખીને એજન્સીઓ માહિતી એકઠી કરી રહી છે.જમ્મુ -કાશ્મીરના જિલ્લાના ગુલપુર સેક્ટરમાંથી બુધવારે ચાર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. સેનાના અધિકારીઓ પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહ્યા છે. સરહદ પારથી આ બાજુ આવવાનો તેમનો હેતુ શું હતો?

બુધવારે સવારે થન્નામંડીના કેટલાક જંગલ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હોવાના અહેવાલોને પગલે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.લશ્કરી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક લોકોએ થન્નામંડી મુઘલ રોડ પર ઐતિહાસિક પર્યટન સ્થળ ડેરા કી ગલી (DKG) ને અડીને પીર રતનના જંગલમાં કેટલાક શંકાસ્પદ લોકોને જોવા મળ્યા છે તેમણે સેનાને આ વિશે જાણ કરી હતી અને સત્વરે સેના અને પોલીસે સંયુક્ત રીતે આ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.

સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સેના અને પોલીસ જંગલના દરેક ખૂણે તપાસ કરી રહી છે. પરંતુ, હજી સુધી કોઈ સફળતા મળી ન હતી. સૂત્રોનું માનીએ તો, આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓના જૂથની હાજરી વિશે માહિતી છે, પરંતુ કોઈ પણ સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી રહ્યું નથી.

(11:39 pm IST)