Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અફઘાનિસ્તાનનો ધ્વજ ફરકાવવા બદલ ત્રણ ઠાર

સમગ્ર અફઘાનિસ્તાનમાં પગપેસારો કરતા તાલીબાન : તાલીબાનને સ્થાનિકો દ્વારા બગાવતનો સામનો કરવો પડી રહ્યો છે, લોકો તાલીબાન સામે અવાજ ઊઠાવી રહ્યા છે

કાબુલ, તા.૧૮ :કાબુલ પર કબ્જા બાદ હવે તાલિબાન સમગ્ર અફઘાનિસ્તાનમાં ફેલાયુ છે. જોકે આ દરમિયાન તેમને કેટલાક અફઘાની નાગરિકોની બગાવતનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

તાજેતરમાં જ અફઘાનિસ્તાનનો ધ્વજ ફરકાવવા પર તાલિબાને ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ સિવાય હવે અફઘાની સેના અને સરકારે ઝૂક્યા બાદ અફઘાની નાગરિકોએ તાલિબાન વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની જવાબદારી ઉઠાવી છે. જાણકારી અનુસાર અફઘાની નાગરિકોએ જલાલાબાદના રસ્તા પર ધ્વજ લઈને માર્ચ કાઢી હતી પરંતુ તાલિબાનના કબ્જાવાળા આ વિસ્તારમાં તેમને આવુ કરવુ ભારે પડી ગયુ. જે બાદ તાલિબાની લડવૈયાઓએ સામાન્ય નાગરિકો પર ફાયરીંગ શરૂ કરી દીધુ. આ ફાયરીંગમાં ત્રણ અફઘાની નાગરિકોના મોત થઈ ગયા છે.

એક ન્યુઝ અનુસાર તાજિકિસ્તાન સ્થિત અફઘાની દૂતાવાસે ઈન્ટરપોલ પોલીસને રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ કરવાની અપીલ કરી છે. આ સિવાય હમદલ્લા મોહિબ અને ફજલ મહેમૂદ ફજલીએ પણ ધરપકડમાં લેવાનુ કહ્યુ છે, આ ત્રણેય નેતાઓ પર અફઘાની જનતાના રૂપિયા લૂંટીને ભાગવાનો આરોપ છે. હવે દૂતાવાસ ઈચ્છે છે કે આ નેતાઓને પકડીને તેમની પાસેથી રકમ વસૂલવામાં આવે.

અફઘાની રાજદૂતે કહ્યુ કે અફઘાનિસ્તાનના સંવિધાનમાં રાષ્ટ્રપતિના મોત, બેજવાબદાર અથવા ભાગ્યા જવા પર ઉપ રાષ્ટ્રપતિને દેશની કમાન સંભાળવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને હાલ અમરૂલ્લા સાલેહના કાર્યવાહક રાષ્ટ્રપતિ છે.

અફઘાનિસ્તાન પર તાલિબાની કબ્જા બાદ પાકિસ્તાને તાલિબાનના નેતા મુલ્લા મોહમ્મદ રસૂલને ૫ વર્ષ બાદ જેલમાંથી છોડી દીધા છે. તે નવા ગ્રૂપની સ્થાપના કર્યા બાદ અફઘાનિસ્તાનથી ભાગીને પાકિસ્તાન આવી ગયા હતા પરંતુ હવે તે અમીરાત માટે વાપસી કરી ચૂક્યુ છે.

(12:00 am IST)