Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

રાષ્ટ્રીય ખાદ્ય તેલ-પામ મિશનને કેબિનેટની મંજૂરી

ખાદ્ય તેલોની આયાત પર નિર્ભરતા ઓછી કરવા પ્રયાસ :તેલ પામની ખેતી માટે વૃક્ષારોપણ માટે સરકાર ૧૫ હેક્ટર માટે ૧૦૦ લાખ સુધીની સહાયતા ઉપલબ્ધ કરાવશે

નવી દિલ્હી, તા.૧૮ : મોદી કેબિનેટે ખાદ્ય તેલોની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે ૧૧,૦૪૦ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલ પામ મિશન (એનએમઈઓ-ઓપી) ને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, રાષ્ટ્રીય મિશન હેઠળ પામ તેલની ખેતી કરનારા માટે જરૂરી સામાનની સહાયતાને બમણી કરી ૨૯ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર કરવામાં આવી છે.

તેમણે કહ્યું તે તેલ પામની ખેતી માટે વૃક્ષારોપણ માટે જરૂરી સામાનની કમી દૂર કરવા માટે સરકાર ૧૫ હેક્ટર માટે ૧૦૦ લાખ રૂપિયા સુધીની સહાયતા ઉપલબ્ધ કરાવશે. તોમરે કહ્યું કે, ઉત્પાદક ખેડૂતોને ભાવનું આશ્વાસન આપવામાં આવશે.

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન નવી કેન્દ્રીય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, મંત્રીમંડળના પૂર્વોત્તરના ક્ષેત્ર અને અંડમાન તથા નિકોબાર દ્વીપ સમૂહને ધ્યાનમાં રાખતા એનએમઈઓ-ઓપીને મંજૂરી આપી છે.

(12:00 am IST)