Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

એમએનસી બચાવી લેવા સરકાર દ્વારા મદદ કરાઇ

કર્મીઓની નોકરી બચાવી લેવાશે

શ્રીનગર, તા.૧૯ : કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ કાશ્મીરમાં વેપાર ઉદ્યોગને મોટો ફટકો પડી ગયો છે. એજીસ કંપનીએ બિઝનેસને નુકસાન થયા બાદ પોતાના બીપીઓને બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે સાથે ૭૦ કર્મચારીઓને નોટિસ આપીને તેમની નોકરીને દૂર કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં સરકારે તરત જ બચાવ માટે આગળ આવીને કર્મચારીઓની નોકરી બચાવવા તૈયારી કરી છે.

   કર્મચારીઓની નોકરી ઉપર તલવાર લટકી રહી છે ત્યારે સરકારે આર્થિક સહાયતા કરવાની વાત કરી છે. મલ્ટીનેશનલ કંપનીને નુકસાનથી બચાવવા માટે પગલા લેવામાં આવ્યા છે. કાશ્મીર વહીવટીતંત્રએ સહાયતા કરવાની વાત કરી છે. એજીસ કંપની મલ્ટીનેશનલ કંપની છે જે કસ્ટમરોને સર્વિસ પુરી પાડે છે. બિઝનેસ સર્વિસ પ્રોવાઈડર કંપની એજીસે બીપીઓ બંધ કરી દીધા બાદ કર્મચારીઓને નોટિસ ફટકારી દીધી છે. પાંચમી ઓગસ્ટના દિવસે ખીણમાં મોટાભાગના બિઝનેસ બંધ કરવામાં આવી ચુક્યા છે. ખીણમાં કલમને નાબૂદ કરવામાં આવ્યા બાદ હવે સરકારે સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરી છે.

(7:59 pm IST)