Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બેકોંના મર્જરથી બેરોજગારી અને એનપીએનું સંકટ વધશેઃ એનપીએ વસુલવા કડક પગલાઓ સાથે ડિફોલ્ટરોના નામો જાહેર કરો

કેનેરા બેન્ક ઓસ્સિર્સ એસોસિએશનની બેઠકમાં લાલબતી ધરવામાં આવી

લખનૌ તા.૧૯:સાર્વજનિક બેકોંનું મોટા પાયે મજરે મોદી બેકોની મુશ્કેલીઓ જ નથી વધારી પણ રોજગારીની તકો અને એનપીએનું સંકર પણ વધારી દીધું છે. કેનેરા બેંક ઓફીસસૅ એસોસીએશનની મીટીંગમાં સંગઠનનાં હોદેદારોએ વાત કરી છે.

શનિવારે કેનેરા બેંક ઓફિસસૅ એસોસીએશની કાર્યવાહી સમિતિની બે દિવસની બેઠક આયોજીત કરવામાં આવી હતી સંગઠનના કશામંત્રી જીવી  મનીમારને કહ્યું કે સરકારે બેકિંગ ક્ષેત્રમાં કેટલાક ફેરફારો લાગુ કયૉ છે. જેની અવળી અસરો અર્થવ્યવસ્થા પર થઇ છે. સરકારની નિષ્ફળતાઓ અને વ્યવસ્થા પર થઇ  છે. સરકારની નિષ્ફળતાઓ અને કોર્પોટર જગતના કારણે એનપીએમાં વધારો થયો છે. જયારે સરકાર આ એનપીએના દોષનો ટોપલો બેક અધિકારીઓના માથા પર મુકવા માગે છે.

તેમણે માંગણી કરી છે કે સરકારે એનપીએને વસૂલવા માટે કડક પગલાંઓની શરૂઆત કરીને ડીફોલ્ટરોના નામો જાહેર કરવા જોઇએ. બેંક મેનેજમેન્ટ હજારો કરોડની એનપીએ માફ કરીને ડીફોલ્ટરોને સીધો ફાયદો પહોંચાડી રહ્યું છે. પણ બેંક કર્મચારીઓને સન્માનજનક  પગાર  વધારો આપવાની ના પાડે છે. સંગઠનના અન્ય એક મહાસચિવ ધનંજ્ય સિંહ કહ્યું કે બેંકોમાં ખાનગીક્ષેત્ર ગરીબ લોકોની સ્થિતી ખરાબ કરનાર છે કેમ કે ખાનગી ક્ષેત્ર ફકત નફાનું કામ કર. છે. જ્યારે સાર્વજનિક ક્ષેત્રની બેકો ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે.(હિન્દી દૈનિક હિન્દુસ્તાનનો હેવાલ સાભાર)

(4:15 pm IST)