Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

કેબિનેટ દરજ્જો નહીં આપો તો આપઘાત કરી લઇશ

કમલનાથ સરકાર પાસે વધુ એક સંતની માંગણી

ભોપાલ,તા.૧૯: કોમ્પ્યુટર બાબા (computer Baba) પછી વધુ એક સંતે કમલનાથ (kamalnath) સરકાર પાસેથી સુખ-સગવડની માંગણી કરી છે. સાથે જ સંતે ધમકી આપી છે કે જો આવું નહીં થાય તો તેઓ આપદ્યાત કરી લેશે. આ સંત બીજા કોઈ નહીં પરંતુ દેવ મુરારી બાપૂ (Dev Murari Bapu) છે. તેઓ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ ન્યાસના પ્રવકતા અને કેસરિયા હિન્દુ વાહિનીના અધ્યક્ષ છે.

વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની પડખે ઉભા રહેલા બાબા હવે આંખો બતાવી રહ્યા છે. પહેલા કોમ્પ્યુટર બાબા અને હવે રામ મંદિર નિર્માણ ન્યાસના અધ્યક્ષ દેવ મુરારી બાપૂએ કમલનાથ સરકાર પાસેથી સત્ત્।ામાં ભાગીદારીની માંગણી કરી છે. દેવ મુરારી બાપૂ કેબિનેટ મંત્રીના દરજ્જાની માંગણી કરી રહ્યા છે. તેમણે ખુલ્લી ધમકી આપી છે કે પદ નહીં મળે તો તેઓ આપદ્યાત કરી લશે.

દેવ મુરારી બાપૂનું કહેવું છે કે ચૂંટણીમાં બીજેપી વિરુદ્ઘ માહોલ બનાવવા બદલ તેમને ઇનામ મળવું જોઈએ. તેમને ગૌ સંવર્ધન બોર્ડના અધ્યક્ષ બનાવવા જોઈએ. સત્ત્।ા માટે મુરારી બાપુ એટલે તલપાપડ છે કે તેમણે મંત્રીપદ નહીં મળે તો આપદ્યાત કરી લેવાની ધમકી પણ આપી છે. મુરારી બાપૂની સંતગીરી છોડીને સત્ત્।ામાં ભાગીદારી માંગણીથી કોંગ્રેસ સરકાર પરેશાન છે. પ્રદેશના મંત્રી બાબા બચ્ચનનું કહેવું છે કે આ અંગે મુખ્યમંત્રી કમલનાથ કોઈ નિર્ણય લેશે. જયારે, મંત્રી પીસી શર્માનું કહેવું છે કે સરકાર દેવ મુરારી બાપૂના પક્ષમાં વિચારી રહી છે. જોકે, સરકાર પર દબાણનું રાજકારણ કરવામાં આવી રહ્યુ છે તેનો પણ જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે.

રાજનીતિ અને સત્ત્।ામાં સંતોની વધી રહેલી દખલને જોતા લાગી રહ્યું છે કે સંત્ત્।ોને હવે સત્ત્।ા સુખમાં વધારે રસ છે. દેવ મુરારી બાપૂનું દબાણનું રાજકારણ શું નવા રંગ લાવશે એ તો સમય જ બનાવશે. (

(1:04 pm IST)