Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

દેશમાં ભયાનક મંદીનો માહોલઃ ભાજપ સરકારની ખતરનાક ચૂપકીદીઃ પ્રિયંકા

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતિ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવીટ કરી લખ્યું છે કે દેશમાં ભયાનક મંદીનો માહોલ છવાયો છે. ત્યારે કેન્દ્ર સરકાર સંપૂર્ણ મૌન છે. આ માટે જવાબદાર કોણ છે ? એવો તીખો સવાલ પ્રિયંકાજીએ પુછયો છે. તેમણે લખ્યું છે કે આ પ્રશ્ને સરકારની ઘોર ચુપકીદી ખતરનાક છે. કંપનીઓના કામો ચૌપટ છે. લોકોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી રહયા છે. ભાજપ સરકાર મૌન છે. આખરે આ દેશમાં આટલી ભયંકર મંદી માટે જવાબદાર કોણ છે.

(1:02 pm IST)