Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સનસનીખેજ ખુલાસો

પ્રથમવારમાં ૬૩% સુધી બીપીની તપાસ ખોટી

તપાસ એક થી વધુ વાર અને અલગ - અલગ દિવસે કરાવવી જોઇએ

નવી દિલ્હી તા. ૧૯: પહેલીવાર હાઇબીપીના ટેસ્ટના પરિણામો ૬૩ ટકા ખોટા હોઇ શકે છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચના તાથ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. તેમા બીપીની તપાસમાં સંપુર્ણ ચોકસાઇ રાખવા બાબતે ભાર મુકાયો છે.

રિપોર્ટ અનુસાર, નેશનલ ફેમીલી હેલ્થ સર્વે - ૪ દરમ્યાન પ્રશિક્ષિત આરોગ્ય કાર્યકરોએ ૬.૭૮ લાખ લોકોનુ બીપી  આવ્યુ હતુ. ૨૦૧૫ - ૧૬માં થયેલ આ સર્વે હેઠળપહેલીવારની તપાસમાં ૧૬.૫ ટકા લોકો બીપીના દરદી જોવા મળ્યો હતા. જ્યારે થોડાક સમયગાળા પછી બીજી અને ત્રીજી વાર તપાસ કરવામાં આવી તો આ આંકડો ઘટીને ૧૦.૧ ટકા જ રહી ગયો હતો. એટલે પહેલીવાર બીપીની તપાસના પરિણામો ૬૩ ટકા ખોટા નિકળ્યા હતા.

સર્વેમાં પહેલીવારની તપાસના આંકડાઓનો ઉપયોગ થાત તો દેશભરમાં બીપીના અંદાજીત દરદીઓનો આંકડો ૪.૬ કરોડ થઇ જાત જોકે આવી ગરબડ તો નથી થઇ પણ રિપોર્ટ આખો ખોલનાર છે કેમ કે ઘણીવાર ડોકટરો એકવાર બીપીનો રીપોર્ટ કરાવ્યા પછી દવાઓ ચાલુ કરાવી દેતા હોય છે.

લોકોમાં તપાસ અંગે જાગૃતતા કેળવવાનની જરૂર છે. આ અંગે પ્રોફેસર યતીશ અગ્રવાલ કહે છે કે બીપીની તપાસ યોગ્ય રીતે અને કવોલીફાઇડ માણસો પાસે જ કરાવવી જોઇએ.

. તપાસ એક થી વધુવાર અને અલગ અલગ દિવસે કરાવો

. ચા - કોફી પી ને અથવા કસરત પછી તરત તપાસ ન કરાવો

. શારીરિક અથવા માનસિક રીતે ઉત્તેજીત થયા વગર તપાસ કરાવો

. ખુરશીમાં આરામની મુદ્રામાં હાથ અને પીઠ ટેકવીને બેસો

(11:40 am IST)