Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

યમુના નદી દિલ્હીમાં ભયજનક સપાટીએ રૌદ્ર સ્વરૂપથી નજીકના ગામોમાં ભારે ભય

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગઇકાલે ૨ ઇંચ પડયો છે અને આસપાસ હરીયાણા સહિતના રાજ્યોમાં અતિ ભારે વરસાદને પગલે યમુના નદી ભય સપાટીએ પહોંચવા આવી છે. દિલ્હી આસપાસના ગામોના લોકોમાં ભારે ભય છવાયો છે. ત્યારે પરીસ્થિતિને નિપટવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ૧ વાગે દિલ્હી સચિવાલયમાં હાઇ-લેવલ બેઠક બોલાવી છે, જેમા પુર અને રાહતકાર્ય સાથે જોડાયેલ દિલ્હીની તમામ એજન્સીઓ હાજર રહી છે. યમુના હવે વિકરાળ સ્વરૂપે વહી રહી છે.

(11:37 am IST)