Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આસામઃ નોકરી કૌભાંડમાં ભાજપ સાંસદની પુત્રી સહિત ૧૯ અધિકારીઓની ધરપકડ

૨૦૧૬માં યોજાયેલી આસામ લોકસેવા પંચની પરીક્ષામાં થયેલા ગોટાળા હેઠળ કાર્યવાહી

ગોવાહારી તા.૧૯: ભાજપ સાંસદ આરપી શર્માની પુત્રી પલ્લવી શર્મા સહિત આસામ સરકારના ૧૯ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬માં થયેલા અસમ લોક સેવા પંચની પરીક્ષાની જવાબવહીમાં તેની હેન્ડરાઇટીંગની સરખામણી નહિ થવાના કારણે તે દરેકની ધરપકડ કરવામાં આવી છે.

આસામ પીએસસીમાં નોકરી માટે મામલાની તપાસ કરી રહેલી ડિબુ્રગઠ પોલીસે આસામ સિવિલ સેવા, આસામ પોલીસ સેવા અને સહાયક સેવાઓ ૨૦૧૬ બેચના ૧૯ અધિકારીઓને સમન કર્યુ છે આ અધિકારીઓની જવાબદારીની ફોરેન્સિક તપાસમાં ગરબડીના સંકેત મળ્યા બાદ તેને હેન્ડરાઇટીંગ ટેસ્ટમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે.

ડિબ્રુગઢના એસપી ગૌતમ બોરાએ કહ્યુ કે ૧૯ અધિકારીઓની હેન્ડરાઇટીંગ તેની જવાબવહી સાથે મળી શકયા નથી તેને ફોરેન્સીક તપાસમાં બનાવટી ગણાવ્યા છે. તેઓએ કહ્યુંકે અધિકારીઓની ગોવાહાટીમાં ધરપકડ કરવામાં આવી.

(3:48 pm IST)
  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST