News of Tuesday, 19th June 2018

કેજરીવાલના ધરણાને સંકેલાવામાં ઉપરાજયપાલનો પત્ર કારગત નીવડ્યો :એ પત્રમાં કેવી થઇ હતી વાત ?

 

નવી દિલ્હી : આજે એલજીની ઓફિસમાં છેલ્લા નવ દિવસથી ધરણા પર બેઠેલા કેજરીવાલે ધરણા ખતમ કર્યા છે દિલ્હીના રાજ્યપાલે કેજરીવાલને એક પત્ર લખ્યો હતો ત્યારબાદ કેજરીવાલે પોતાના ધરણા સંકેલ્યા છે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપીલ કરી છે કે, તેઓ સચિવાલયમાં આઈએએસ અધિકારીઓ સાથે મુલાકાત કરે જેનાથી બંને પક્ષ દિલ્હીની જનતાની ભલાઈ માટે કોઈ નિર્ણય લઈ શકે. ઉપરાજ્યપાલની ચિઠ્ઠી પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ધરણા ખત્મ કરી લીધા છે. તેઓ પાછલા 09 દિવસથી એલજી આવાસના વેટિંગ રૂમમાં ધરણા પર હતા. ડિસ્ચાર્જ થયા બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મંગળવારથી પોતાનું કામ સંભાળી લીધું હતું.

  દરમિયાન રાજ નિવાસની તરફથી પ્રેસ રિલીઝ રજૂ કરીને સંબંધે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાજ્યપાલે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, તેઓ અધિકારીઓ અને પોતાની સરકાર વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાની દિશામાં કામ કરે. તેમને લખ્યું છે કે, તેમને તે વાતની ખુશી છે કે, મુખ્યમંત્રીએ ટ્વિટર દ્વારા અધિકારીઓને કામ પર પરત ફરવાની અપીલ કરી છે અને તે ઉપરાંત સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.

  એલજીએ લખ્યું છે કે, કેજરીવાલની અપીલનું અધિકારીઓએ સ્વાગત કર્યું છે અને તેઓ સચિવાલયમાં તેમની ઉપસ્થિતિની રાહ જોી રહ્યાં છે, જેથી તેમની સાથે ચર્ચા કરી શકે. ઉપરાજ્યપાલે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, તેઓ ટૂંક સમયમાં સચિવાલયમાં અધિકારીઓ સાથે મુલાકાત કરે જેથી બંને પક્ષ એકબીજાની વાત રજૂ કરી શકે અને સમસ્યાનું નિવારણ લાવવામાં આવી શકે. ઉપરાજ્યપાલે લખ્યું કે, આમાં દિલ્હીની જનતાની ભલાઈ છે.

  અગાઉ અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વિટર દ્વારા પીએમ મોદીના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમને ટ્વિટરમાં લખ્યું, અમે માનનીય ઉપરાજ્યપાલને પત્ર લખ્યો અને મીટિંગની વિનંતિ કરી. અમે ઉપરાજ્યપાલના જવાબની રાહ જોઈ રહ્યાં છીએ. માનનીય ઉપરાજ્યપાલ માનનીય પીએમના ગ્રીન સિગ્રનલ આપે તેની રાહ જોઈ રહ્યાં છે, જેમને નિર્ણય લેવાનો છે. આખી દિલ્હી માનનીય પીએમના નિર્ણયની રાહ જોઈ રહી છે

(12:13 am IST)
  • કેજરીવાલના ધરણાને ગેરબંધારણીય ગણવાની માંગણી કરતી અરજી પર તત્કાલ સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટે કર્યો ઇન્કારઃ કેજરીવાલને મળી રાહત access_time 3:48 pm IST

  • ભાવનગર: અલકા ટોકીઝ પાસે થયેલ યુવાનની હત્યાના મામલે મુખ્ય ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા access_time 8:50 pm IST

  • અમદાવાદ : સરદારનગરમાં ફરી એક વખત પોલીસનું મેગા સર્ચ: દેશી દારૂના અડ્ડા પર પોલીસે ટીમ બનાવી તપાસ શરૂ કરી: ડીસીપી. એસીપી અને પીઆઇ સહિત 200 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન access_time 8:03 pm IST