Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન નિશ્ચિત ;વોહરાએ સોંપ્યો રાષ્ટ્રપતિને અહેવાલ

નેશનલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસે કોઈપણ પ્રકારના ગઠબંધન કરવા ઇન્કાર કરતા રાજ્યપાલ શાસન નિશ્ચિત

 

શ્રીનગર :જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય જનતા પર્ટી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચેનું ગઠબંધન તૂટી ગયા બાદ રાજ્ય હવે રાજ્યપાલ શાસન તરફ આગળ વધી રહ્યું છે  રાજ્યપાલ એનએન વોહરાએ પણ તમામ પાર્ટીઓ સાથે ચર્ચા કર્યા બાદ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યો છે. રિપોર્ટમાં રાજ્યપાલે સેક્શન 92 (જમ્મૂ-કાશ્મીર બંધારણ) અંતર્ગત રાજ્યમાં રાજ્યપાલ શાસનની માંગણી કરી છે.

  અગાઉ ભાજપે આજે અચાનક જમ્મૂ-કાશ્મીર સરકારમાં શામેલ પીડીપીને આપેલુ સમર્થન પાછુ ખેંચી લીધું. ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું. બીજી બાજુ નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી નવેસરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી હતી  ઉમર અબ્દુલાએ પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ પણ પ્રકારના ગઠબંધનથી સરકાર રચવાનો પ્રયાસ નહીં કરે.

(11:08 pm IST)