Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભાજપ-પીડીપીના અવસરવાદી ગઠબંધને રાજ્યને આગમાં ધકેલી દીધું:દેશે તેની કિંમત ચૂકવવી પડી છે :રાહુલ ગાંધી

રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પણ આ નુકસાન ચાલુ જ રહેશે:અક્ષમતા, ઘમંડ અને નફરત હંમેશા નિષ્ફળ જતી હોય છે.

 

ભાજપે-પીડીપી સાથેનું ગઠબંધન તોડી સરકારમાંથી સમર્થન પરત લઈ લેતાં હવે રાજકારણ ગરમાયું છે જમ્મુ-કાશ્મિરમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે.વિપઓએ ક્ષોએ ભાજપ અને પીડીપી પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે.

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપનું ગઠબંધન તૂટતાં હવે રાહુલ ગાંધીએ તેના પર વ્યંગ કર્યો છે. તેમણે બંને પક્ષોના ગઠબંધનને અવસરવાદી ગણાવ્યું છે.

  કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું છે, "ભાજપ-પીડીપીના અવસરવાદી ગઠબંધને જમ્મુ-કાશ્મિરને આગમાં હોમી દીધું છે. અનેક નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાં અમારા બહાદુર સૈનિકો પણ સામેલ છે. ભારતે તેની કિંમત ચૂકવવી પડી છે અને તેના કારણે યૂપીએની ઘણાં વર્ષોની મહેનત બરબાદ થઈ ગઈ.રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પણ નુકસાન ચાલુ રહેશે. અક્ષમતા, ઘમંડ અને નફરત હંમેશા નિષ્ફળ જતી હોય છે." પીડીપી સાથે ગંઠબંધન નહીં કરે કોંગ્રેસ

રાહુલ ગાંધીના ટ્વીટ પહેલાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ પીડીપી સાથે ગઠબંધન નહીં કરે.

(10:17 pm IST)