Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કોઇપણ પાર્ટી પાસે બહુમતિ હવે નથી :ઓમર અબ્દુલ્લા

ઓમર અબ્દુલ્લા રાજ્યપાલ વોરાને મળ્યા :રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવા સિવાય વિકલ્પ નથી

નવીદિલ્હી, તા. ૧૯ :જમ્મુ કાશ્મીરમાં મુફ્તી સરકારનું પતન થયા બાદ રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યપાલ એનએન વોરા સાથે વાતચીત કરી હતી. ઓમરે કહ્યું હતું કે, અમને ૨૦૧૪માં જનમત મળ્યો ન હતો. તેમની પાસે મેન્ડેટ પણ નથી. અમારો કોઇએ સંપર્ક પણ કર્યો નથી. અમે પણ કોઇનો સંપર્ક કર્યો નથી. તેમણે કહ્યું હતું કે, હાલમાં કોઇપણ પાર્ટી પાસે બહુમતિ નથી. ગવર્નર શાસન લાગૂ કરવાની જરૂર દેખાઈ રહી છે. પોતાની પાર્ટી તરફથી ગવર્નરને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે, અમે કોઇપણ સ્થિતિમાં તેમનું સમર્થન કરીશું પરંતુ સાથે સાથે અમે એવી અપીલ પણ કરી છે કે, રાજ્યમાં વધુ સમય સુધી રાજ્યપાલનું શાસન રહેવું જોઇએ નહીં. લોકોને તેમના દ્વારા ચૂંટી કાઢવામાં આવેલી સરકાર સાથે આગળ વધવાની તક મળવી જોઇએ. મહેબુબા મુફ્તીએ આજે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું હતું. પીડીપીના પ્રવક્તાએ કહ્યું હતું કે, સરકાર ચલાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ સફળતા હાથ લાગી નથી.

(7:29 pm IST)