Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ATMમાં ઘુસીને ૧૨ લાખથી વધારે રૂપિયા કાતરી ગયા ઉંદર !

અસમમાં અજીબોગરીબ ઘટના

તિનસુકિયા તા. ૧૯ : અસમમાં ઉંદરો દ્વારા નોટ કાતરી જવાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અસમના તિનસુકિયા લાઈપુલી વિસ્તારમાં ઉંદરોએ SBIના એટીએમમાં ઘુસીને ૧૨ લાખ ૩૮ હજાર રૂપિયાની નોટ કાતરી લીધી. ATM 20મી મેથી ટેકિનકલ ફોલ્ટને કારણે બંધ હતું.

ATM હોવાની બંધ હોવાની સૂચના મળતાની સાથે જયારે કર્મચારી ત્યાં પહોંચ્યા તો જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે જોયું કે ૫૦૦ અને ૨૦૦૦ની નોટ કાતરેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૧૯મી મેના રોજ પ્રાઈવેટ સિકયોરિટી કંપની દ્વારા ATMની અંતર ૨૯.૪૮ લાખ રુપિયા નાખવામાં આવ્યા હતા. ત્યારપછી બીજા જ દિવસે ATM ખરાબ થઈ ગયું.

ફરિયાદ મળી તો ૧૧ જૂનના રોજ ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સ(GBS) કંપનીના કર્મચારી મશીન રિપેર કરવા ગયા. કર્મચારીએ મશીન ખોલ્યું તો જોયું કે ૧૨.૩૮ લાખ રૂપિયાની નોટ ફાટેલી પડેલી છે. માનવામાં આવે છે કે આ નોટ ઉંદર કાતરી ગયા હશે.

અમુક લોકો આ બાબતે શંકા વ્યકત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, ૨૦ મેના રોજ ATM બંધ થઈ ગયુ હતું તો પછી ૨૦ દિવસ પછી કર્મચારી કેમ તેને રિપેર કરવા આવ્યા? આટલો સમય કેમ લગાવવામાં આવ્યો? પોલીસે આ બાબતે એફઆઇઆર દાખલ કરી છે.

(3:56 pm IST)