Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઇન્ડિગોની જયપુર - મુંબઇ ફલાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

આજે વહેલી સવારે ઇન્ડિગોના કોલ સેન્ટર પર ધમકીનો ફોન આવ્યો

મુંબઇ તા. ૧૯ : ઈન્ડિગો એરલાઈનની જયપુર-મુંબઈ ફલાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકી બાદ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. સવારે ઈન્ડિગો કોલ સેન્ટર પર ફોન કરીને જયપુર-મુંબઈ ફલાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે આ ફોન કોલ બાદ સુરક્ષા વિભાગના અધિકારીઓએ કડક ચેંકિંગ હાથ ધર્યું હતું.

ઈન્ડિગોએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે અમે તાત્કાલિક આ ઘટનાની જાણ બીટીએસને કરી છે અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન પણ કરવામાં આવ્યું છે. સંબંધિત અધિકારીઓએ તપાસ કરી હતી. અધિકારીની મંજૂરી બાદ જ સામાન્ય ઉડ્ડયન પુનઃ શરૂ કરવામાં આવશે.(૨૧.૨૬)

(3:41 pm IST)