Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભારતના માર્ગો પર ઇ-ટેકસી દોડશે

ર૦૧૯ સુધીમાં પ૦૦૦ ઇ-કાર અને ૧૦,૦૦૦ ઇ-રિક્ષા ઉતારવા તૈયારી

નવી દિલ્હી, તા. ૧૯ : પ્રદુષણને લીધે વધી રહેલી ચિંતાઓ વચ્ચે કેબ સેવા સાથે જોડાયેલ કંપની 'ઓલા' દેશના રસ્તાઓ પર ૧૦ લાખ વીજળીથી ચાલતી કેબ ઉતારવા માંગે છે. ઓલા એ હાલમાં નાગપુરમાં પ્રાયોગિક રીતે ઇ-કેબનું સંચાલન કર્યું છે. જેમાં ગ્રાહકોની હકારાત્મક પ્રતિક્રિયાથી કંપનીનો ઉત્સાહ વધ્યો છે.

કંપની હવે દેશભરમાં ઇ-ટેકસીનું સંચાલન કરવાનો વિચાર કરી રહી છે. વિજ સંચાલિત વાહનોને પ્રોત્સાહન આપવા ઓલા ઇ-કાર ઉપરાંત ઇ-રિક્ષા પણ સામેલ કરવા માંગે છે. જો બધું બરાબર ચાલશે તો ર૦૧૯ સુધીમાં કંપની પ૦૦૦ ઇ-કાર અને ૧૦૦૦૦ ઇ-રિક્ષા રસ્તા પર ઉતારશે.

સૂત્રો પ્રમાણે દેશની ટાટા મોટર્સ અને મહિન્દ્રા ઉપરાંત જાપાની કંપની નિસાન, અમેરિકાની ફોર્ડ અને ચીનની બીવાયડી સાથે ઓલા વાતચીત કરી રહી છે. ટાટામોટર્સ સાથેની વાતચીત નિર્ણાયક તબક્કામાં છે જે મુજબ આવકમાં ભાગીદારીના આધાર ઉપર કંપની ઓલાને ઇ-કાર નિશુલ્ક પણ આપી શકે છે.

(3:26 pm IST)