Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત બાદ કિમ જોંગ ઉન ચીનની યાત્રાએ :

કિમ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને પોતાની ટ્રમ્પ સાથેની મુલાકાતની આપશે જાણકરી ;ત્રણ મહિનામાં ત્રીજીવાર કિમ ચીનની યાત્રાએ પહોંચ્યા

ઉત્તર કોરિયાનો તાનાશાહ માર્શલ કિમ જોંગ ઉન ચીનની મુલાકાતે છે. ગત બારમી જૂને સિંગાપુર ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ  ટ્રમ્પ સાથે મુલાકાત બાદ માર્શલ કિમ જોંગ ઉન પોતાની પહેલી વિદેશ યાત્રાએ ચીન જઈ રહ્યા છે. કિમ જોંગ ઉન ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને પોતાની ટ્રમ્પ સાથેની પહેલી મુલાકાત સંદર્ભે જાણકારી આપે તેવી શક્યતાઓ  છે.

 સત્તામાં આવ્યાના છ વર્ષ સુધી કિમ જોંગ ઉને વિદેશ યાત્રા કરી ન હતી. પરંતુ ગત ત્રણ માસમાં કિમ ત્રીજી વખત ચીનની મુલાકાતે છે. કિમ જોંગ ઉને માર્ચમાં બીજિંગ અને મે માસમાં ડાલિયાનની મુલાકાત લીધી હતી.

 ચીન મુલાકાત દરમિયાન કિમ જોંગ ઉન પરમાણુ નિશસ્ત્રીકરણના મામલે ચર્ચા કરે તેવી શક્યતા છે. તેની સાથે ઉત્તર કોરિયા પરના પ્રતિબંધોને હટાવવા મામલે ચીનના સહયોગ મામલે પણ વાતચીતની શક્યતા છે.

(1:22 pm IST)