Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કોંગ્રેસના વર્તમાન તારણહાર રાહુલ ગાંધીઃ ૪૮માં વર્ષમાં પ્રવેશઃ કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર ઉજવણી

રાહુલ ગાંધી * જન્મ : ૧૯ જૂન ૧૯૭૦, નવી દિલ્હી * માતા/ પિતા : રાજીવ ગાંધી / સોનિયા ગાંધી * રાષ્ટ્રીયતા : ભારતીય * અભ્યાસ : એમ.ફીલ * કાર્યક્ષેત્ર : હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ

રાહુલ ગાંધીનો જન્મ ૧૯ જૂન ૧૯૭૦ નવીદિલ્હીમાં ભારતના પૂર્વવડાપ્રધાન રાજીવ ગાંધી અનેવર્તમાન કોંગ્રેસ અધ્યક્ષશ્રીમતી સોનિયા ગાંધીને ત્યાંથયો હતો. તે પોતાના માતા-પિતાના બે સંતાનોમાં મોટાછે. પ્રિયંકા ગાંધી તેમની નાની બહેન છે. રાહુલગાંધીના દાદી ઈન્દિરા ગાંધી પણ ભારતના પૂર્વ વડાપ્રધાન હતા.

રાહુલ ગાંધીનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સેન્ટકોલંબલ સ્કૂલમાં થયું અને એપછી તેમને સુરક્ષાને કારણે પોતાનો અભ્યાસ ઘરે જ કરવોપડ્યો.

રાહુલે હાર્વર્ડ યુનિ.ની રોલિંસ કોલેજ ફલોરિડાથી ૧૯૯૪માં કલા સ્નાતકનીડિગ્રી મેળવી. એના પછી૧૯૯પમાં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની ટ્રિનટી કોલેજથી એમ.ફિલની ડિગ્રી મેળવી. ર૦૦૩માં રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજનીતિમાં આવવાની મોટા પાયે મીડિયામાં અટકળોથી બજારગરમ હતું. 

માર્ચ ર૦૦૪માં ચૂંટણીલડવાની ઘોષણાની સાથે તેમણે ભારતીય રાજનીતિમાં પ્રવેશની ઘોષણા કરી.  તે પોતાના પિતાના પૂર્વ ચૂંટણીક્ષેત્ર ઉત્તરપ્રદેશના અમેઠીથી લોકસભાની ચૂંટણી માટે ઊભા થયા. આ પહેલાં કાકા સંજય ગાંધી, જે એકવિમાન દુર્ઘટનામાં માર્યા ગયા  હતા તેમણે સંસદમાં આ ક્ષેત્રનું નેતૃત્વ કર્યું હતું. ત્યારે આ લોકસભાની સીટ પર તેમની માતા હતી. તે સમયે એમનીપાર્ટીએ રાજ્યની ૮૦માંથીમાત્ર ૧૦ લોકસભા બેઠકો જજીતી હતી અને ઉત્તરપ્રદેશમાંકોંગ્રેસની સ્થિતિ ખરાબ હતી. તે સમયે મીડિયાવાળા તેમનીબહેન પ્રિયંકાના રાજનીતિ પ્રવેશની અટકળો લગાવી રહ્યાહતા. રાહુલ ગાંધીની રાજનીતિ પ્રવેશ સાથે આશાબંધાઈ ભારતના સૌથી મશહૂર રાજનીતિક પરિવારોમાંથી એકદેશની યુવા આબાદી વચ્ચે એકયુવા સભ્યની ઉપસ્થિતિ કોંગ્રેસપાર્ટીને રાજનીતિક ભાગ્યને પુનર્જીવન આપશે અને આ ચૂંટણી તેમણે વિશાળ બહુમતીથી જીતી તેમની બહેને ર૦૦૬માં રાયબરેલીમાં પુનઃસત્તારૂઢથવા માટે તેમની મા સોનિયાગાંધીનું ચૂંટણી અભિયાનહાથમાં લીધું અને સરળતાથી૪ લાખ મતોથી વધારે અંતરનીસાથે જીત થઈ હતી. રાહુલ ગાંધીને ર૪ સપ્ટેમ્બર ર૦૦૭માં પાર્ટીસંગઠનના એક ફેરબદલમાંઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા.ર૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તેમણે નજીકના પ્રતિસ્પર્ધીને ૩,૩૩,૦૦૦ મતોના અંતરથી પરાજિતકરીને પોતાની અમેઠી ચૂંટણી ક્ષેત્રની બેઠક જાળવી રાખી.આ ચૂંટણીમાં કોંગ્રેસે કુલ ૮૦લોકસભા સીટોમાંથી ર૧જીતીને ઉત્તરપ્રદેશમાં ખુદનેપુર્નજિવિત કરી અને આબદલાવનો શ્રેય રાહુલ ગાંધીનેજ આપવામાં આવ્યો છે.રાહુલ ગાંધી ૧૬ ડિસેમ્બર ર૦૧૭ની થયેલ ઔપચારિક તાજપોશી પછીહવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. આજે તેમનો ૪૮મો જન્મદિવસ છે. દેશભરમાં કોંગીઓ ઉજવી રહ્યા છે.(૩૭.૩)

 

(12:19 pm IST)