Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનામાં આડેધડ દવા ન લેતાઃ બીજી લહેર લીવર માટે જોખમી

રાજકોટ તા. ૧૯ : હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેરમાં ઘણા દર્દીઓને ઉલ્ટી કે પેટ સબંધી ફરીયાદ રહે છે. તેનાથી લીવર પર જોખમ વધે છે.લીવરના  રોગના નિષ્ણાંત ડો. શ્રવણ બોહરાનું કહેવું છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી ર૦ થી ૩૦ ટકા દર્દીઓના લીવરમાં ખરાબી થઇ શકે છેતેમ એક હિન્દી અખબાર નોંધ છે. શરૂઆતમાં લીવર પર સોજો આવે છે. પછી તકલીફ વધી શકે છે.

પેટમાં દર્દ, ઉલ્ટી, એસ.જી.પી.ટી.અને એસ.જી.ઓ.ટી.નું ઉંચુ સ્તર, ભુખ લાગવા છતા ખાવાની ઇચ્છા ન થાય વગેરે લીવરની તકલીફના લક્ષણો છે પરિસ્થિતિ વધુ ગંભીર બંને તો લીવર ફેઇલ અને મૃત્યુ સુધીની ઘટના શકય છે. લીવરના રોગના મોટાભાગના દર્દીઓને દાખલ કરવાની જરૂર પડે છે. લીવર સરોસીના દર્દીઓએ કોરાનાની રસી મુકાવવી જોઇએ. કોરોના સામાન્ય રીતે ફેફસા પર અસર કરનારો વાઇરસ છે. છતા લીવર પર પણ ખતરનાક  કોરોનાની અમુક દવાઓ લીવર માટે જોખમી બની શકે છે.  આવી દવાઓ તબીબી સલાહ વગર ન લેવી જોઇએ.

(11:58 am IST)