Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દિલ્લીમાં કોરોનાનો ખેર વધતા ચાંદનીચોક માર્કેટને 15 દિવસ સુધી સ્વૈચ્છીક બંધ રાખવા લેવાયો નિર્ણય

રિટેલ વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન સીએટીએ 15 દિવસના લોકડાઉનની માંગ કરી :દિલ્હીની તમામ સરહદે કોરોના તપાસનું પણ સૂચન

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાના વધતા કેસનો કારણે રિટેલ વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન સીએટીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને મુખ્ય પ્રધાનને દિલ્હીમાં 15 દિવસનો લોકડાઉન લાદવાની માંગ કરી છે. દિલ્હીમાં કોરોના રેકોર્ડ બ્રેક કેસો વચ્ચે વેપારીઓ દ્વારા આ નિર્ણય પોતે લેવામાં આવ્યો છે.ચંદની ચોક માર્કેટ 25 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોનાના વધતા જતા મામલાને કારણે વેપારી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ચાંદની ચોક સર્વ વ્યાપાર મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ,છૂટક વેપારીઓની રાષ્ટ્રીય સંસ્થા, કેટને દિલ્હીના ઉપરાજ્યપાલ અને મુખ્ય પ્રધાન પાસે દિલ્હીમાં 15 દિવસનો લોકડાઉન લાદવાની માંગ કરી છે.

સીએટીએ કહ્યું કે ,દિલ્હીના નાગરિકો અને વેપારીઓના હિતમાં કન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએટી) એ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પત્ર પાઠવ્યો છે કે તાત્કાલિક અસરથી લોકડાઉનમાં દિલ્હીમાં ઓછામાં ઓછા 15 દિવસની દિલ્હીની તમામ સરહદો પર કોરોનાને તપાસો તેની કડક વ્યવસ્થા કરવી જોઇએ. આનાથી કોરોના વધતા દરને કાબૂમાં કરવામાં મદદ મળશે. કેટએ કહ્યું કે આ પગલાથી ચોક્કસપણે દિલ્હીની ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓને અસર થશે પરંતુ હવે જીવનને પહેલી પ્રાથમિકતા પર રાખવું પડશે.

(11:08 am IST)