Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અખિલેશનો મોદી પર પ્રહાર

ચોકીદારે દેશને ખરાબ ચા પિવડાવી છે

લખનૌ, તા.૧૯: સમાજવાદી પાર્ટી(એસપી)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા. અખિલેશે જણાવ્યું હતું કે, ચોકીદાર ચા વાળો છે તો અમે પણ દૂધ વાળા છીએ, અને સારા દૂધની વગર સારી ચા ના બની શકે. ચોકીદારે દેશને ખરાબ ચા પિવડાવી છે.

અખલિશે ગુરુવારે એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં તમે એક ચા વાળા પર વિશ્વાસ કર્યો, પરંતુ ચા સારી બની નહતી. ચોકીદારે દેશને ખરાબ ચા પિવડાવી કેમકે દૂધ વગર સારી ચા ના બની શકે. ચોકીદારે દેશના યુવાનોની નોકરીઓની ચોરી કરી છે. ચોકીદારે તમારા નાણાં બેન્કમાં જમા કરાવ્યા ત્યારબાદ તે નાણાં અમીરો લઇને રફૂચક્કર થઇ ગયા. ભાજપ નવા ભારતની વાત કરે છે નવું ભારત ત્યારે બનશે જયારે નવા વડાપ્રધાન બનશે.

તેમણે જણાવ્યું હતું કે, એસપી, બીએસપી, આરએલડી ત્રણ દળોના ગઠબંધનને ભાજપ મહામિલાવટ ગણાવી રહી છે. હવે ૩૮ દળોના ગઠબંધનને તમે શું કહેશો. ભાજપે માત્ર સ્વપ્ન દેખાડ્યા છે. બે કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરી હતી પરંતુ તે પણ કરી શકયા નહી.

(3:57 pm IST)
  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST