Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સઉદી અરબના શહેજાદા મોહમ્મદ બિન સલમાન ભારત પહોંચ્યા :પ્લેનમાંથી ઉતરતા પીએમ મોદીએ ગળે લગાવ્યા

નવી દિલ્હી :સઉદી અરબના શહેજાદા મોહમ્મદ બિન સલમાન એક દિવસની યાત્રા પર ભારત આવી પહોંચ્યા છે સાંજે દિલ્હી પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા . સલમાન પ્લેનમાંથી ઉતરતા જ પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યા હતા શહજાદે સલમાન સઉદી અરબથી ભારત આવ્યા છે.


મોહમ્મદ બિન સલમાન સોમવારે પાકિસ્તાનમાં હતા. ત્યાંથી તે દિલ્હી આવવાના હતા, પરંતુ પુલવામા હુમલા બાદ ભારતે તેમના ઈસ્લામાબાદથી સીધા દિલ્હી આવવા પર આપત્તિ દર્શાવી. ભારતના વિરોધ બાદ તે ઈસ્લામાબાદથી રિયાદ જતા રહ્યા. રિયાદથી તેમણે દિલ્હીની ફ્લાઈટ પકડી.

આ મોહમ્મદ બિન સલમાનનો ભારતનો પહેલો પ્રવાસ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને સાઉદી અરબ પોતાના રક્ષા સંબંધોને વધુ મજબૂત કરવાની દીશામાં જરૂરી પગલા ભરી શકે છે. એમબીએસના દિવસના પ્રવાસે બંને દેશ સંયુક્ત નેવલ એક્સરસાઈઝ પણ કરવાના છે

(11:38 pm IST)