Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

BSNLનો ધમાકો : રૂ. ૯૮ના પ્લાનમાં રોજનો 2GB ડેટા

નવી દિલ્હી તા. ૧૯ : સરકારી ટેલિકોમ કંપની BSNLએ પોતાના પ્રીપેઇડ પ્લાન્સથી માર્કેટમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. BSNLના પ્લાનને જોતા પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ jio, વોડાફોન આઇડિયા અને એરટેલને જોરદાર કોમ્પિટિશન મળશે તેવી શકયતા દેખાઈ રહી છે. સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં BSNL પાછળ રહી ગઈ હતી જોકે હવે કંનપીએ ફરી એકવાર કમર કસીને આગળ નીકળવાની તૈયારી કરી લીધી છે. BSNLના આ નવા આકર્ષક પ્લાન તેની સાબિતી આપી રહ્યા છે.

નવા પ્લાન્સના લોન્ચિંગ ઉપરાંત BSNLએ પોતાના હાલના પ્લાન્સમાં પણ ફેરફાર કર્યા છે. તેના દ્વારા BSNL પોતાના ગ્રાહકોને વધુમાં વધુ ફાયદો અપાવવાના પ્રયાસમાં લાગ્યું છે. હાલમાં BSNL દ્વારા પોતાના રૂ. ૯૮ના ડેટા ત્સુનામી પ્લાનમાં મોટો બદલાવ કર્યો છે. જ અંતર્ગત આ પ્લાનમાં યુઝર્સને 1.5GB હાઈ સ્પીડ ડેટાની જગ્યાએ દરરોજના 2GB હાઈસ્પીડ ડેટા મળશે. જોકે આ સાથે પ્લાનની વેલિડિટી ૨૬ દિવસથી ઘટાડીને ૨૪ દિવસ કરી નાખી છે.

તેમજ આ પ્લાન ખરીદનાર યુઝરને Eros Nowની ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. બસ તેના માટે મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી BSNL મોબાઇલ નંબરથી લોગ ઇન કરવાનું રહેશે. જયારે તેની સામે એરટેલનો રૂ.૯૮માં ડેટા ઓન્લી પ્લાન છે. જેમાં યુઝર્સને ૨૮ દિવસની વેલેડિટી સાથે ફકત 5GB ડેટા મળે છે. જેને યુઝર્સ ઇચ્છે તો એક જ દિવસમાં 5GB પૂરો કરી શકે છે. જયારે જિયોના રૂ.૯૮ના પ્લાનમાં યુઝર્સને ફકત 2GB ડેટા મળે છે. જોકે આ પ્લાનમાં સાથે ૨૮ દિવસ સુધી ફ્રી કોલિંગ સુવિધા મળે છે.

(3:41 pm IST)