Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો પ૦૦૦ મેગાવોટનો સોલાર પાર્ક બનાવશે

કચ્છ માટે દરિયાના ખારાપાણીને મીઠુ પાણી બનાવવા ડીસેલીનેશન પ્લાન્ટ : રાજકોટના ગાંધી મ્યુઝિયમનો બજેટ પ્રવચનમાંં ઉલ્લેખઃ દાંડીમાં રાષ્ટ્રીય કક્ષાનું સત્યાગ્રહ મેમોરીયલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૯ : ગુજરાત પાણીની અછત ધરાવતું રાજય છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ અનિયમિત રહે છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો ઉપયોગ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પુરતું પાણી મળી રહે તે માટે દરિયાના ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવવા માટેના ૮ ડી-સેલીનેશન પ્લાન્ટ પીપીપી ધોરણે સ્થાપવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી પાણીની અછતવાળા વિસ્તારોની સમસ્યા હળવી થશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ બજેટ પ્રવચનમાં જણાવ્યું છે.

રાજયમાં પ્રથમવાર સરકારે સ્યુએજના પાણીની ટ્રીટમેન્ટ કરી તેના પુનઃ વપરાશ માટેની નીતી જાહેર કરેલ છે. આ નીતી અંતર્ગત રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ, બાંધકામ અને અન્ય કામો માટે કરવામાં આવશે જેના થકી શહેરો સ્વચ્છ બનશે અને પાણીનો વધારાનો સ્ત્રોત પ્રાપ્ત થશે.ગુજરાત બિન પરંપરાગત ઉર્જાક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે. ઘોેલેરા વિસ્તાર દરિયા કિનારે હોવાથી ખારાશયુકત જમીન ધરાવતો વિસ્તાર છે, જયાં ખેતી કરવી મુશ્કેલ છે. ઘોલેરા ખાતે આદ્યોગીક વિકાસ થકી ભારતનું સૌપ્રથમ અને વિશ્વનું મોટુ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી આકાર લઇ રહ્યું છે ત્યારે પાંચ હજાર મેગાવોટની વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક બનાવવાનું આયોજન છે. જે પૈકી ૧,૦૦૦ મેગાવોટના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલ છે ઘોેલેરાને અમદાવાદ સાથે જોડવા માટેના સિકસ લેન એકસપ્રેસ- વેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે અને ઘોલેરા એસઆઇમાં રસ્તાઓ સહિત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરનૂં કામ પણ પ્રગતિમં છે.

અમારી સરકાર પારદર્શક વહીવટ માટે કૃતનિશ્ચયી છે. કાયદાઓ, નિયમો અને વહીવટમાં અસરકારક સુધારા કરીને ભ્રષ્ટાચાર દુર કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેમ કે જમીનની બિન ખેતી પ્રક્રિયાને ઓનલાઇન કરવી, ખાણ-ખનીજના ખનનની ઇ-હરાજી કરવી, હોટલોને પોલીસ પરવાનામાંથી મુકિત આપવી, અને જયાં પણ નાગરીકની ફરીયાદ આવે ત્યાં એસીબી મારફતે પણ કડક કાર્યવાહી કરવી. ભ્રષ્ટાચાર નિવારણ માટે આવા અનેક પગલા ભરવામાં આવેલ છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાતે અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. રાજકોટ ખાતે આલ્ફ્રેડ હાઇસ્કુલ, જયાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, ત્યાં અદ્યતન મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ગાંધીજીનું સમગ્ર જીવન દર્શન ઓડીયો-વિઝયુઅલ સાધનો થકી જીવંત કરવામાં આવેલ છે સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીકુચનું ઐતિહાસીક મહત્વ છ.ે આ મીઠા સત્યાગ્રહને ચીરકાળ માટે સ્મરણીય બનાવવા અને ભવિષ્યની પેઢી પ્રેરણા લે તે હેતુથી દાંડી ખાતે આધુનિક નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ બનાવવામાં આવેલ છે

 

(3:19 pm IST)
  • માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત : માં અને માં અમૃતમ કાર્ડ હેઠળ જેની વાર્ષિક આવક રૂ.૪ લાખ સુધીની હોય તેને ગંભીર રોગમાં રૂ.૫ લાખ સુધીની સારવાર મફત મળશેઃ બજેટની આજની જાહેરાત અંગે સરકારી સુત્રોની મહત્વની સ્ષ્પષ્ટતા access_time 4:15 pm IST

  • સિરિયામાં પ્રચંડ : બોમ્બ ધડાકો ૨૪ના મોત : સિરિયાના ઇદબિલ ખાતે જબ્બર બોંબ વિસ્ફોટ થતા ૨૪ના મોત થયા છે અને ૫૦થી વધુ ઘવાયા છે. access_time 11:34 am IST

  • સુરતઃ અલ્પેશ કથીરીયાને સરથાણા પોલીસ સ્ટેશનના ગુનામાં લાજપોર જેલમાંથી સચિન પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવ્યો access_time 4:07 pm IST