Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પેટ્રોલ- ડીઝલ વધુ મોંઘા થવાના એંધાણ

ક્રુડના ભાવ એકધારા વધી રહયા છે

નવી દિલ્હી તા.૧૯: પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ એક મહિના કરતાં પણ વધોર સમયથી સ્થિર રહ્યા બાદ હવે તીવ્રપણે વધે તેવી શકયતા છે. અમેરિકા-ચીન વચ્ચેના વેપારયુદ્ધમાં ઝડપથી સમાધાનના સંકેત તેમજ  ઓપેક અને અન્ય દેશો દ્વારા સપ્લાયમાં કાપ તથા ઇરાન અને વેનેઝુએલા સામે અમેરિકાના પ્રતિબંધોને કારણે માત્ર એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં પાંચ ડોલરનો ઉછાળો આવ્યો હોવાથી ડોમેસ્ટિક ફયુઅલના ભાવમાં વધારો થવાની શકયતા છે. સોમવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલનનો ભાવ અનુક્રમે રૂ. ૭૦.૯૧ અને રૂ. ૬૬.૧૧ થયો હતો. ૧૦મી ફેબ્રુઆરીથી એક લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ૬૩ પૈસા અને પપ પૈસા વધ્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. ૬૮.૪૨ અને ડીઝલનો ભાવ રૂ. ૬૯.૧૬ હતો. સરકારી ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના રોલિંગ પખવાડિક સરેરાશ ભાવ અને ચલતના વિનિયમ દરના આધારે પેટ્રોલ અને ડીઝલના ડોમેસ્ટિક ભાવમાં દરરોજ ફરેફાર કરે છે. પખવાડિક સેરાશનો ઉપયોગ કરવાથી જો આંતરરાષ્ટ્રીય રેટમાં તીવ્ર ફેરફાર થાય અને તે ટ્રેન્ડ ટકી રહે તો ડોમેસ્ટિક ભાવમાં પણ સમાંતર ફેરફાર કરવામાં સરળતા પડે છે.

મોંઘા ક્રુડને કારણે ભારતના રૂપિયા પર પણ દબાણ વધે છે કારણ કે, ભારત તેની ઓઇલની કુલ જરૂરિયાતનો ૮૦ ટકાથી પણ વધારે હિસ્સો અયાત દ્વારા પૂરો કરે છે. આથી જ ક્રુડના ભાવ વધવાને કારણે છેલ્લા એક સપ્તાહમાં જ રૂપિયો ડોલર સામે ૭૦ પૈસા ઘટીને ૭૧.૩૯ થઇ ગયો છે. પેટ્રોલ કે ડીઝલની માંગ અને સપ્લાયની પરિસ્થિતિને કારણે ડેવિએશન હોવા છતાં ક્રુડના ભાવમાં થતા ફેરફારની સીધી અસર આંતરરાષ્ટ્રીય પેટ્રોલ અને ડીઝલના રેટ પર પડે છે. સોમવારે ક્રુડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૬૬.૭ ડોલરે પહોંચ્યો હતો, જે છેક નવેમ્બર પછીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાનો થોડાક કલાકો પછી ૬૬.૦૮ ડોલર થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું વેપારયુદ્ધ ટૂંક સમયમાં પુરૂ થશે એવી આશાને કારણે સોમવારે ઓઇલના ભાવને ટેકો મળ્યો હતો. બંને દેશ પોતપોતાનાં હિત સાચવવા માટે એકબીજાની ચીજવસ્તુઓ પર ડયૂટી નાખી રહ્યા હોવાથી સર્જાયેલા ટેન્શનને કારણે સમગ્ર વિશ્વમાં ઓઇલની માંગમાં નરમાઇ આવવાની શકયતાએ જોર પકડયું હતું. જો અમેરિકા અને ચીન ઝડપથી સમાધાન તરફ આગળ વધશે તો આ ચિંતાનો છેદ ઉડી જશે. અમેરિકા દ્વારા વેનેઝુએલા અને ઇરાન પર સેન્કશન્સ લગાવવામાં આવ્યા હોવાથી ગ્લોબલ સપ્લાય પર અસર પડવાની સંભાવના જોવામાં આવે છે. આ હિલચાલને કારણે બંને ઓઇલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં કાપની યોજના પણ ઘડી દીધી છે. ઓપેક અને રશિયાએ સંભવિત સપ્લાયની સમસ્યાનો સામનો કરવા માટે ગયા વર્ષે ઉત્પાદનમાં પ્રતિ દિન ૧૨ લાખ બેરલનો ઘટાડો કરવા માટે સહમતી પણ સાધી હતી.(૧.૨)

 

(9:55 am IST)
  • ટ્રીપલ તલાક : ફરી વટહુકમ લાવવા તૈયારી : બજેટ સત્રમાં બિલ પસાર થઇ શકયું ન્હોતું : સાંજે કેબિનેટ આપશે મંજુરી access_time 4:11 pm IST

  • ભરૂચ :જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાનો ભરૂચના વેપારીઓ દ્વારા વિરોધ :વેપારીઓએ 3 માર્કેટ બંધ રાખી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો :કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે એવી માંગ access_time 11:19 am IST

  • ભરૂચ એસ.ઓ.જી પોલીસે બી ડિવિઝન પોલીસ મથક ની હદ માંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું :પોલીસે ઝડપી પાડેલા સાત જેટલા ઈસમો અમદાવાદ ના રહેવાસી :પોલીસે કાર સહિત સાધન સામગ્રી ઝડપી પાડી access_time 11:19 am IST