Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ભારતમાં ૨૦૧૭-૨૦ દરમિયાન ૨૪ લાખ બાળકોનું ઉત્પીડન

જેમાંથી ૮૦ ટકા છોકરીઓની ઉંમર ૧૪ વર્ષથી પણ ઓછી

નવી દિલ્હી,તા. ૧૮ : ભારતમાં દેશના માસૂમ  બાળકો સાથે થયેલા યૌન ઉત્પીડન મામલે મોટો ખુલાસો થયો છે.ઇન્ટરપોલે આપેલા ચોંકાવનારા  આંકડાઓમાં કહેવાયું છે કે, વર્ષ ૨૦૧૭ થી ૨૦ દરમિયાન ભારતમાં લગભગ ૨૪ લાખ બાળકોનું ઓન લાઈન યૌન ઉત્પીડન થયું છે .આ પ્રકારના કેસનો શિકાર બનેલી ૮૦ ટકા છોકરીઓની ઉમર ૧૪ વર્ષથી ઓછી જણાવાઈ છે.અધિકારીઓએ કહ્યું કે, આ આંકડાઓ એવા સમયે સામે આવ્યા છે જયારે CBI ની ટીમ ઓન લાઈન બાળ શોષણ સંબંધિત કેસની સામગ્રીનાં તસ્કરોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન એવી કેટલીય વેબ સાઈટ ને ખન્ગાળવામાં આવી જે બાળ શોષણ સંબંધિત સામગ્રી પીરસતી હતી.

ઇન્ટરપોલના  ડેટાથી ખ્યાલ આવે છે કે, આ પ્રકારના કન્ટેન્ટ અને CSAM પર ગ્રાહકોની સંખ્યા એકદમ ઝડપથી વધી રહી છે.એક રીપોર્ટમાં તો એવું પણ કહેવાયું કે, એક સર્ચ એંજીન પર 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી' સંબંધિત ૧.૧૬ લાખ સવાલ પૂછયા હતા. સુત્રોના જણાવાયા પ્રમાણે,કેન્દ્રીય તપાસ એજન્સીની યોજના સંબંધિત કાયદાની કલમો અંતર્ગત સોશિયલ મીડિયા, વેબ સાઈટ્સ, અને હોસ્ટીંગ પ્લેટફોર્મ સાથોસાથ તેમની ભૂમિકા અને જવાબદારી ની પણ તપાસ કરવામાં આવે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઇન્ટર પોલના ડેટા ચિંતા જનક છે.જેમાં ઓન લાઈન બાળ યૌન શોષણના ૨૪ લાખ કેસની જાણકારી આપવામાં આવી છે. તેમાંથી ૮૦ ટકા પીડિત યુવાન વયની  છોકરીઓ છે

તપાસ દરમિયાન CBIને ૫૦ જેટલા ઓન લાઈન સોશિયલ મીડિયા ગ્રુપની તપાસ કરી. જેમાં દુનિયાભરના પાંચ હજાર લોકો શામેલ હતા. જેઓ CSAM એક-મેકને શેયર કરતા હતા અને વેંચતા હતા. સુત્રોના જણાવાયા પ્રમાણે,આ ગ્રુપમાં પાકિસ્તાનનાં ૩૬ એ સિવાય કેનેડાના ૩૫, બાંગ્લાદેશના ૩૧, શ્રીલંકાના ૩૦,નાઈજીરીયાના ૨૮, અજર બેજાનનાં ૨૭ ઉપરાંત યમનના ૨૪, મલેશિયાના ૨૨ લોકો શામેલ હતા.

(10:05 am IST)