Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પીએમસી કાંડ : વધુ એક ખાતા ધારકનું કરૃણ મોત

હજુ સુધી કૌભાંડના કારણે ત્રણ ખાતાધારકના મોત : મુરલીધર ધારા નામની વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું

નવીદિલ્હી, તા. ૧૮ : પીએમસી બેંકમાં પૈસા ફસાઈ જવાના કારણે ચિંતિત વધુ એક ખાતા ધારકનું હાર્ટએટેકના કારણે આજે મોત થયું હતું. આની સાથે જ મોતનો આંકડો વધીને ત્રણ ઉપર પહોંચી ચુક્યો છે. આ પહેલા બે ખાતા ધારકોના મોત હાર્ટએટેકના કારણે થઇ ચુક્યા છે. પીએમસી બેંકમાં એક દશકથી ફાઈનાન્સિયલ છેતરપિંડીની પ્રવૃત્તિ ચાલી રહી હતી. એચડીઆઈએલે બેંકને ૪૩૫૫.૪૩ કરોડ રૃપિયાનો ચુનો લગાવ્યો છે. કૌભાંડના કારણે ભારે નાણાંકીય સંકટની સાથે સાથે આરબીઆઈના પ્રતિબંધનો સામનો કરી રહેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના વધુ એક ખાતા ધારક મુરલીધર ધારાનું આજે મોત થયું હતું. આ પહેલા બેંકના બે ખાતા ધારક સંજય ગુલાટી અને ફતેમલ પંજાબીનું પણ હાર્ટએટેકના કારણે મોત થયું હતું જે બેંકમાં જમા રહેલા પૈસાને લઇને ભારે ચિંતાતુર હતા. કન્સ્ટ્રક્શન કંપની એચડીઆઈએલ દ્વારા બેંકને ૪૩૦૦ કરોડ રૃપિયાનો ચુનો લગાવવામાં આવ્યો હતો જેના કારણે બેંકની કમર તુટી ગઈ છે. સાથે સાથે રિઝર્વ બેંકે આના પર છ મહિના માટે અનેક પ્રકારના પ્રતિબંધો લાગૂ કરી દીધા છે. હવે બેંકના ખાતા ધારક છ મહિનાના પ્રતિબંધની અવધિમાં માત્ર ૪૦ હજાર રૃપિયા જ ઉપાડી શકે છે.

               મુંબઈના નિવાસી સંજય ગુલાટીનું સોમવારના દિવસે મોત થયું હતું. આ પહેલા પણ મુંબઈના મુલુંદ વિસ્તારમાં રહેતા ફતેમલ પંજાબનું મંગળવારના દિવસે મોત થયું હતું. બેંક માટે ઘરેથી નિકળ્યા હતા ત્યારે જ હાર્ટએટેકનો હુમલો થયો હતો. પીએમસી બેંકના ખાતા ધારકોના દેખાવમાં નિયમિત હિસ્સો લેનાર પંજાબીના બેંકમાં આઠથી ૧૦ લાખ રૃપિયા હતા. ફતેમલ પંજાબીના નજીકના સાથીઓ અને પડોશીઓના કહેવા મુજબ અનેક પ્રકારના નાના મોટા કારોબારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ચુક્યા છે. તેઓ એક કેબલ નેટવર્ક ચલાવી રહ્યા હતા. સાથે સાથે તેમની મોબાઇલની દુકાન પણ હતી. પંજાબી ધાર્મિક વ્યક્તિ તરીકે હતા જે નજીકના ગુરુદ્વારામાં નિયમિતરીતે જતા હતા. ગુરુદ્વારાની સામે જ તેમની ગીતા ઇલેક્ટ્રીકલ નામની દુકાન હતી.

             પીએમસીમાં હાલમાં કૌભાંડના કારણે હાલત કફોડી બનેલી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેંક કોંભાડના મામલામાં બેંકની આંતરિક તપાસ ટીમે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ટીમે કહ્યુ છે કે બેંકના રિકોર્ડમાંથી કુલ ૧૦.૫ કરોડની રોકડ રકમ ગાયબ થયેલી છે. તપાસ ટીમને એચડીઆઇએલ અને તેની સંબંધિત કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક ચેક મળી આવ્યા છે. આ ચેક બેંકમાં ક્યારેય જમા કરવામાં આવ્યા ન હતા. છતાં તેમને કેશ રકમ આપવામાં આવી હતી. સાથે સાથે એક હેરાન કરનાર બાબત એ પણ છે કે આ કોંભાડ ૪૩૫૫ કરોડમાં નહીં બલ્કે ૬૫૦૦ કરોડમાં છે. પીએમસી બેંકની આંતરિક તપાસ ટીમને જે ચેક મળ્યા છે તે ૧૦ કરોડ રૃપિયાથી વધારેના છે.

(7:53 pm IST)