Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ટ્રાઇએ સમય મર્યાદા ઘટાડી

પોર્ટેબીલીટીના નિયમમાં આવશે ૧૧ નવેમ્બરથી બદલાવ

નવી દિલ્હીઃ મોબાઈલ ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવેથી મોબાઈલ નેટવર્ક માત્ર ૨ દિવસમાં બદલી શકાશે. એટલે કે પોર્ટિબિલીટીમાં જે ૭ દિવસનો સમય લાગતો હતો તેના સ્થાને હવે માત્ર ૨ દિવસમાં જ પોર્ટિબિલીટી કરી શકાશે. ટ્રાઈએ કહ્યું કે ૪થી ૧૦ નવેમ્બર વચ્ચે નંબર પોર્ટિબિલીટી નહીં થઈ શકે. હવે ૧૧ નવેમ્બરથી મોબાઈલ નંબર પોર્ટિબીલીટી માટે અરજી કરી શકાશે.

 ટ્રાઈના મુજબ MNP સંશોધિત નિયમોને લાગૂ કરવાની સમય સીમા પણ વધારી દેવામાં આવી છે. MNP હેઠળ ગ્રાહક નંબર બદલ્યા વિના નેટવર્ક બદલી શકે છે. અને હવે પોર્ટિબિલીટી થવામાં માત્ર બે જ દિવસનો સમય લાગશે. જે પહેલા ૭ દિવસનો લાગતો હતો. ટ્રાઈના અધિકારીએ જણાવ્યું છે કે હવેથી મોબાઈલ નંબરની પોર્ટેબિલીટીના આવેદનની પ્રક્રિયાને બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

(3:29 pm IST)