Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જે.પી.નડ્ડા પછી હવે પ.બંગાળના ગર્વનરને ઝેડ કેટેગરીની સુરક્ષા અપાઈ

વિધાનસભા ચૂંટણી પૂર્વે બંગાળમાં ઉકળતો ચરૂ

પશ્ચિમ બંગાળના રાજયપાલ શ્રી જગદીપ ધાનકરને ઝેડ કેટેગરી હેઠળ સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નું અર્ધ લશ્કરી દળની સલામતી આપવામમાં આવી છે. ગવર્નર ઉપર ઝળુંબી રહેલ હુમલાના જોખમનું આંકલન કરી ગૃહખાતાએ આ નિર્ણય લીધો છે. રાજયમાં ભાજપ અને મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસ વચ્ચેની કડવાશ અને અથડામણ હાલમાં ખૂબ વધી ગઈ છે.

તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની જાદવપુર યુનિ.ની મુલાકાત સમયે ભાજપ સાંસદને ધક્કે ચડાવી વિદ્યાર્થીઓએ તેના વાળ ખેંચ્યા હતા અને એક કલાક સુધી કેમ્પસમાં રોકી રાખેલ. આ વર્ષના મે મહિનામાં ભાજપ - તૃણમુલ કાર્યકરો અથડાઈ પડતા ખુદ અમિતભાઈ શાહને તેમનો રોડ શો ટૂંકાવવો પડેલ. શ્રી શાહે ખુદ કહેલ કે સીઆરપીફએફની મદદથી જ તેઓ ત્યાંથી જીવતા નીકળી શકેલ. ગયા મહિને જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને ઝેડ સિકયુરીટી આપવામાં આવી છે.

(11:17 am IST)