Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં એક યુવક અચાનક જ સિંહના પાંજરામાં કૂદી ગયો

જાણે કે સિંહને પડકાર ફેંકતો હોય તેવું તેનું વર્તન કરવા લાગ્યો : કર્મચારીઓના શ્વાસ અધ્ધર

નવી દિલ્હી : દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં એક યુવક અચાનક  સિંહના પાંજરામાં કૂદી જતા  અફરાતફરી મચી હતી ,એક યુવક સિંહના પાંજરામાં કુદી પડ્યો અને તેની સામે જઇને ઉભો રહી ગયો હતો  જેના કારણે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓના શ્વાસ અદ્ધર થઇ ગયા.

જો કે સિંહે આ યુવકને કોઇ નુકસાન પહોંચાડ્યું નહોતું આ યુવક જાણી જોઇને સિંહના પાંજરામાં કુદી પડ્યો હતો .ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે યુવકે કોઇની વાત કાને ન ધરી. સિંહના પાંજરામાં કુદ્યા બાદ તે જાણે કે સિંહને પડકાર ફેંકતો હોય તેવું તેનું વર્તન હતું. તે સિંહના પાંજરામાં એકાદ મિનિટ સુધી ઉભો રહ્યો અને પછી તે સિંહની સામે જઇને બેસી ગયો

   આ યુવક અસ્થિર મગજનો હોય તેવી આશંકા સેવાઇ રહી છે. મામલાની જાણ થતાં જ પોલીસે પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓની મદદથી યુવકને સહીસલામત રીતે બહાર કાઢ્યો અને તેને પોલીસ સ્ટેશન લઇ જઇને તેની પૂછપરછ હાથ ધરી.હતી 

(12:00 am IST)