Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સૌરવ ગાંગુલીના રાજકારણમાં પ્રવેશવાની અટકળો અંગે મમતા બેનર્જીએ કહ્યું- અમે સતત સંપર્કમાં છીએ

દીદીએ કહ્યું સૌરવ અમારો 'પોતાનો છોકરો' છે.: અમે કાલે પણ એકબીજાને મેસેજ કર્યા હતા

 

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને બંગાળનો 'પોતાનો છોકરો' ગણાવ્યો છે. મમતાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સૌરવની રાજકારણમાં પ્રવેશવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે.

મમતાએ જણાવ્યું હતું કે, સૌરવ અમારો 'પોતાનો છોકરો' છે. અમે એકબીજા સાથે સંપર્કમાં છીએ. અમે કાલે પણ એકબીજાને મેસેજ કર્યા હતા. દુર્ગા પૂજા પહેલા પણ સૌરવ મને મળવા આવ્યો હતો. હું ફરીથી તેની સાથે વાત કરીશ.

અગાઉ મંગળવારે સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, હું અમિત શાહને પ્રથમ વખત મળ્યો છું. મેં તેમને નતો બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે મારી દાવેદારી પ્રભાવિત કરવા માટે કાંઇ કરવા માટે જણાવ્યું છે નતો તેમણે મને અધ્યક્ષ તરીકે પસંદ કરવાના બદલામાં કાંઇ કરવાનું કહ્યું છે. તેનો રાજકારણ સાથે કોઇ સંબંધ નથી.

(12:27 am IST)