Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સાવરકર જો PM બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોતઃ ઉદ્ઘવ ઠાકરે

વિનાયક દામોદર સાવરકર વિશે કોંગ્રેસે એકતરફી અભિયાન ચલાવ્યું

મુંબઈ, તા.૧૮:  શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ વિનાયક દામોદર સાવરકર વિશે મોટું નિવેદન આપ્યું છે. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે જો સાવરકર દેશના વડાપ્રધાન બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ જ ન થયો હોત. તેની સાથે જ ઠાકરેએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ.

શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ આ નિવેદન વીર સાવરકર પર લખવામાં આવેલી બાયોગ્રાફી- Savarkar: Echoes from a Forgotten Pastના વિમોચર પર આપ્યું. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે તેઓ ભારતની આઝાદીની લડાઈમાં ગાંધી અને નહેરુના યોગદાનથી સાવરકરનું યોગદાન ઓછું નથી માનતા. પરંતુ દુૅંખની વાત એ છે કે દેશને માત્ર આ બે મહાનુભાવો વિશે જ જણાવવામાં આવ્યું. એવું લાગ્યું કે માત્ર આ બે પરિવાર ભારતીય રાજનીતિમાં અવતર્યા હતા.

શિવસેના પ્રમુખે કહ્યું કે તેમને લાગે છે કે સૌથી પહેલા રાહુલ ગાંધીને આ પુસ્તકની નકલ આપવી જોઈએ. તેની સાથે જ ઉદ્ઘવે કહ્યું કે તેમને નહેરુને વીર કહેવામાં સંકોચ નહીં થાય જો તેઓ ૧૪ મિનિટ પણ જેલની અંદર સાવરકરની જેમ રહ્યા હોતા. વીર સાવરકરે જેલમાં ૧૪ વર્ષ કપરી સ્થિતિમાં પસાર કર્યા હતા.

વિક્રમ સંપથે લખેલી બાયોગ્રાફીમાં ૧૮૮૩થી ૧૯૨૪ સુધીની સ્થિતિનો ઉલ્લેખ છે, જેમાં સાવરકરના યોગદાન વિશે જણાવવામાં આવ્યું છે. ઉદ્ઘવે કહ્યું કે, સાવરકર વિશે કોંગ્રેસ તરફથી એકતરફી અભિયાન ચલાવવામાં આવ્યું. સાવરકર વિશે એવો પ્રચાર કરવામાં આવ્યો કે તેઓ અંગ્રેજોની વિરુદ્ઘ લડાઈમાં દેશની સાથે નહોતા. પરંતુ આ વાત હકીકત નથી.

(10:45 am IST)
  • રેલ્વે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસઃ દેશમાં ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇઃ મહત્વના નિર્ણયો લેવાયાઃ રેલ્વે કર્મચારીઓને સતત ૬ઠ્ઠા વર્ષે ૭૮ દિવસના બોનસની જાહેરાતઃ ૧૧ લાખ કર્મચારીઓને ફાયદોઃ કેબિનેટે ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકયોઃ ઇ-સિગારેટના ખરીદ, વેચાણ, વિજ્ઞાપન ઉપર પ્રતિબંધઃ ઇ-સિગારેટની લત હાનિકારક હોવાથી પ્રતિબંધ ફરમાવાયો access_time 3:59 pm IST

  • પ્રજાના ખિસ્સા ખંખેરવાનું બંધ કરો : જનતા હવે સરકારને સવાલો કરતી થઈ : પરેશ ધાનાણીની સટાસટી : વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ સરકાર ઉપર આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે, સરકાર અલગ અલગ ટેકસ ઝીંકી લોકો પાસેથી કોઈપણ રીતે ટેક્ષ વસૂલ કરે છે : નવા મોટર વ્હીકલ એકટ અંગે શ્રી ધાનાણીએ કહ્યુ કે પહેલા માર્ગો ઉપરના રસ્તાનું સમારકામ કરાવો, એસટીની વ્યવસ્થા સારી કરો, શહેરોમાં ચોકે ચોકે આવેલ સિગ્નલોન ચાલુ કરાવો : સરકારી વાહનોનો દૂરૂપયોગ બંધ કરાવો : આજે લોકોને વાહન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે : સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે : ટ્રાફીકના નવા આકરા નિયમોનો અમલ કરતા પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગઈ છે : પ્રજાના બજેટ વેરવિખેર થઈ ગયા છે : હવે રાજયની જનતા પણ સરકારને સવાલ પૂછતી થઈ ગઈ છે access_time 3:57 pm IST

  • કમલનાથ સરકારનો સંત સમાગમ : ધર્મના નામે થયેલ ગોટાળાની થશે તપાસ : ભોપાલમાં મોટું સંત સમાગમ યોજાયું : હજારો સંતોએ મુખ્યમંત્રી કમલનાથને આશ્રમોની પટ્ટો ,મફત વીજળી,સંતોને પેંશન જેવી માંગણીને લઈને પત્ર પાઠવ્યો access_time 1:08 am IST