Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

૨૯ દેશોમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ 'લેમ્બડા'

WHOએ કરી પુષ્ટી : ઉત્પતી સાઉથ અમેરિકાથી થઇ : સૌ પહેલા પેરૂમાં ઓળખાયો : લેમ્બડા વેરિયન્ટ મ્યુટેશન બાદ ઝડપથી ફેલાય રહ્યો છે : લોકોને ઝડપથી શિકાર બનાવે છે : પહેલાથી વધુ જીવલેણ પણ બની શકે છે

નવી દિલ્હી તા. ૧૮ : WHOએ કહ્યું છે કે કોરોનાનો એક નવો વેરિએન્ટ લેમ્બડાની ઓળખ ૨૯ દેશોમાં થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ઉત્પતિ સાઉથ અમેરિકામાંથી થઇ છે. WHOના જણાવ્યા મુજબ સૌથી પહેલા તેને પેરૂમાં ઓળખવામાં આવ્યો હતો.

WHOના જણાવ્યા મુજબ લેમ્બડા વેરિએન્ટ દક્ષિણ અમેરિકામાં જોવા મળ્યો છે. બીજી બાજુ પેરૂમાં એપ્રિલ ૨૦૨૧થી મળેલા કોરોનાના દરેક આંકડામાં ૮૧ ટકા કેસ લેમ્બડા વેરિએન્ટના મળ્યા હતા. બીજી બાજુ ચિલીમાં પણ છેલ્લા ૬૦ દિવસમાં નોંધાયેલા કેસમાં ૩૨ ટકા લેમ્બડા વેરિએન્ટના કેસ હતા. એટલું જ નહિ દક્ષિણ અમેરિકાના અન્ય દેશ પણ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આર્જેન્ટીના અને ઇકાડોરમાં પણ આ પ્રકારના કેસ સતત વધી રહ્યા છે.

WHO દ્વારા કોરોનાના નવા વેરિયન્ટ વિશે જાણકારી આપવામાં આવી છે. WHOનું કહેવું છે કે આ નવા વેરિયન્ટનું નામ લેમ્બડા છે. પરતું તેના વિશે હજી વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયા બાદ તેના પર ઘણા બધા સંશોધનો કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા તેની ઉત્પત્ત્િ। કયાંથી થઈ તે જાણી શકાય. પણ આ બધા વચ્ચે WHO એ એક નવી જાણકારી આપી છે. WHOનું કહેવું છે કે આ નવા વેરિયન્ટનું નામ લેમ્બડા છે. પરતું તેના વિશે હજી વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.

તેમનું કહેવું છે કે વિશેષ રૂપે કોરોનાનો નવો વેરિયન્ટ દક્ષિણ અમેરિકામાં મળ્યો છે અને આ નવો વેરિયન્ટ ત્યાં જ ઉત્પન્ન થયો છે. દર અઠવાડિયે કોરોનાને  લઈ નવા રિપોર્ટ આપતા સમયે WHO દ્વારા કહેવામાં આવ્યું કે આ નવો વેરિયન્ટ પેરૂમાં મળ્યો છે. આ વેરિયન્ટ દ્વારા દક્ષિણ અમેરિકામાં વધુ સંક્રમણ ફેલાયું હોવાને કારણે તેને વૈશ્વિક રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

પેરૂના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી કે એપ્રિલ ૨૦૨૧ થી લઈ અત્યાર સુધી ૮૧ ટકા લોકોમાં ફેલાયલ કોરોનામાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. છેલ્લા ૬૦ દિવસોમાં ફેલાયેલ સંક્રમણમાં ૩૨ ટકા લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો. આ ઉપરાંત આર્જેન્ટિના અને બીજા વિસ્તારોમાં પણ આ વેરિયન્ટના કેસો સામે આવ્યા છે. WHO દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે આ વાયરસ પણ બીજા વાયરસની જેમ વધુ સંક્રમણ ફેલાવી રહ્યો છે, પણ હજી આ વાયરસની વિશે વધુ જાણકારી ત્યારે જ આપવામાં આવશે જયારે તેના પર બધી રીતે સંશોધન થઈ જાય. બીજી બાજુ ડેલ્ટા વેરિયન્ટને કારણે લાખો લોકોની મોત થઈ ગઈ છે.

(4:11 pm IST)