Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

દેશણાં પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં ફરી ભડકો : કમરતોડ ભાવ વધારાનો સિલસિલો આજે યથાવત

પેટ્રોલની કિંમતોમાં 23.27 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 27-30 પૈસા પ્રતિ લિટરે વધારો

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કમરતોડ વૃદ્ધિનો સિલસિલો ચાલું છે. તેલ કંપનીઓએ આજે ફરીથી ભાવમાં વધારો કર્યો છે. આજે શુક્રવારે 18 જૂન 2021ના દિવસે પેટ્રોલની કિંમતોમાં 23.27 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 27-30 પૈસા પ્રતિ લિટરની વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 27 પૈસા અને ડીઝલના ભાવ 28 પૈસા પ્રતિ લિટર વધી ગયો છે. હવે અહીં પેટ્રોલ 96.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.69 રૂપિયા પ્રતિ લિટર ઉપર વેચાઈ રહ્યું છે.

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી એક વાર વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ આજે 18 જૂને પેટ્રોલની સાથે જ ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. સતત વધી રહેલી કિંમતોના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં શુક્રવારે પેટ્રોલમાં 23થી 27 પૈસા અને ડીઝલમાં 27થી 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

(11:28 am IST)