Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ડિજિટલ છેતરપિંડીની ફરિયાદ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હેલ્પલાઇન નંબર 155260 જાહેર કર્યો

ડિજિટલ છેતરપિંડી સામે કાર્યવાહી અને ડિજિટલ ચુકવણીઓ સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો

નવી દિલ્હી : દેશમાં સતત સાયબર ફ્રોડને લીધે ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. આને કારણે, કોઈપણ પ્રકારની છેતરપિંડીની સ્થિતિમાં તાત્કાલિક ફરિયાદ કરવાનું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, ડિજિટલ છેતરપિંડી સામે કાર્યવાહી અને ડિજિટલ ચુકવણીઓ સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ફ્રોડને કારણે આર્થિક નુકસાન અટકાવવા માટે એક હેલ્પલાઇન નંબર 155260 જાહેર કર્યો છે

(9:21 am IST)