Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મોદીએ ૧૪ર તો અમિત શાહે ૧૬૧ સભાઓ યોજી : બંને નેતાઓએ ૧ લાખ કિમીનો પ્રવાસ કર્ર્યો : વડાપ્રધાન દોઢ કરોડ લોકોને મળ્યા

નવી દિલ્હી : પ્રચંડ ગરમી છતાં પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર પ૧ દિવસ ચાલુ રહ્યો : ર૮ માર્ચે મેરઠથી શરૂ થયું હતું અભિયાન અને ૧૭મી મેએ મ.પ્રદેશના પારગૌનમાં પુરૂ થયું : આ દરમ્યાન મોદીએ ૧૪ર સભાઓ ૪ રોડ શો કરી ૧ કરોડ પ૦ લાખ લોકો સાથે સીધો સંવાદ કર્યો : તેમણે ૧૦પ૦૦૦ કિમીનો પ્રવાસ પણ કર્યા : જયારે અમિત શાહે ૧૬૧ સભાઓ અને ૧૮ રોડ શો કર્યા : તેમણે ૧પ૮૦૦૦ કિમીનો પ્રવાસ કર્યો : સમગ્ર દેશમાં ભાજપના ટોચના નેતાઓએ ૧પ૦૦ સભાઓ કરી : રાજનાથે ૧ર૮ , ગડકરીએ પ૬, સુષ્માએ ર૩, શિવરાજે ૧૬૦ સભાઓ કરી : આદિત્યનાથે ૧૩પ, ફડણવીસે ૯૧, વિજય રૂપાણી એ ૮૬, જયરામ ઠાકુરે ૧૦૬, રાવતે પ૮ સભાઓ કરી 

 

(11:35 am IST)