Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

રાજકોટ ગુરૂકુળની ૩૭મી શાખાનો અમેરીકામાં આરંભ

સાનન્ટોનિયોમાં સમૂહ મહાપૂજા, અખંડ ધૂન અને શોભાયાત્રાના કાર્યક્રમો સાથે મૂર્તિ પ્રતિષ્ઠા : દાતાઓનું સન્માન

રાજકોટ તા. ૧૮ : અમેરીકામાં ટેકસાસ રાજયના સાનન્ટોનિયો સીટી ખાતે વર્ષોથી સ્થાયી રાજકોટ ગુરુકુલનાં ભુતપુર્વ વિદ્યાર્થી ભકતોની ભાવના અને ઉત્સાહને સાનન્ટોનિયો સીટીમાંં તારીખ ૩૦ એપ્રિલ અને એકાદશીના પવિત્ર દિવેસે સુંદર સંપૂર્ણ સુવિધા યુકત ૪ એકરમા ફેલાયેલ ૧૦,૦૦૦ સ્કેર ફીટથી વધારે બાંધકામવાળુ મંદિર પ્રાપ્ત થતાં શા. આનંદપિયદાજીના માર્ગદર્શનથી અખાત્રીજે ધામધુમથી મંદીરમા રમણીય સિહાસનમાં ભગવાન અને સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.

આ સમયે દરમીયાન સંતો અને ભકતોએ મંદીરમા કાર્પેટઙ્ગબદલવી, રંગકામ, બગીચામાં કામ તથા સંપૂર્ણ કેમ્પસની સફાઇ, નવી લાઇટિંગ, સીસી ટીવી કેમેરા ફિટિંગ, સાઉન્ડ સિસ્ટમ સેટ કરાવીએ તમામ સેવા પૂર્ણ કરી હતી.

શ્રી સ્વામિનારાય઼ણ ગુરૂકુલ રાજકોટની ૩૭મી અને અમેરિકામાં ૭મી શાખાના ઉદ્ઘાટનનો દિવસ. સમગ્ર ગુરુકુલ પરિવારમા આનંદ અને ઉત્સાહનો દિવસ બની રહ્યો હતો. વહેલી સવારથી મોડી સાંજ સુધી ભજન ભકિતમય વાતાવરણ સર્જાયું હતું.

સવારે પુજન અર્ચન પૂર્ણ ઙ્ગથયા બાદ આરતી પ્રાથના-ધુન-કિર્તન સમ્પન થયા. ત્યારબાદ પુ.ભગવતચરણ ઙ્ગસ્વામી તથા પુ. મુકુંદસ્વરૂપ સ્વામિના માર્ગદર્શન અનુસાર સમુહ મહાપુજાનો પ્રારંભ થયો.જેમા મુખ્ય પૂજામા દિપુભાઇ ગજેરા તથા ધીરૂભાઇ બાબરિયા તથા અશ્વિનભાઇ ગજેરા બેઠા હતા. આ સિવાય ટોટલ ૧૦૮ ઉપરાંત ભકતો મહાપુજામા જોડાયા હતા.

અગ્નિનારાયણની શોભાયાત્રા સાથે વૈદિકવિધિ થીહરિયાગનો પ્રારંભ થયો હતો. જેમા ૨૧૦૦૦ ઉપરાંત મન્ત્રો દ્વારા આહુતિઓ આપવામા આવી હતી. જેમા તમામ ભકતો એ લાભ લઈ ને ધન્યતા અનુભવી હતી.

બપોરે અખંડ ધૂનનો પ્રારંભ થયો હતો તેમા પણ સંતોની સાથે સતત ૫૦ જેટલા ભકતોએ લાભ લીધો હતો. ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી. મંદિરના મુખ્ય દ્વારે પહોચ્યા હતા. જયા ગુરૂકુલના સર્વે સંતો તથા વડીલ ભકતો ધીરૂભાઇ બાબરિયા તથા દીપુભાઇ ગજેરાના કરકમળો દ્વારા ભગવાનના નામના જયનાદ સાથે દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. તથા રીબીન કાપીને ગુરૂકુલને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સાંજના ઉદઘાટન સભાનું આયોજન થયું હતું. જેની શરૂઆત વડીલ સંતો અને ભકતો દ્વારા દીપ પ્રાગટ્ય એવં ભગવદ પૂજન તથા સંત પૂજનથી કરવામાં આવી હતી. પૂ. શ્રી ભગવતચરણસ્વામી એ ઙ્ગકીર્તન ભકિતમાં રસ તરબોળ કર્યા હતા. ૨૦ મિનિટ સુધી શા. શ્રી મુકુન્દસ્વરૂપસ્વામીએ 'ગુરૂકુલ શા માટે ?' વિષય ઉપર તથા પૂ. શાંતિપ્રિયસ્વામીએ 'અવસરને ઓળખે તે ડાહ્યો' વિષય ઉપર સુંદર સમજૂતી આપી હતી.

ત્યાર બાદ આ નૂતન ગુરુકુલમાં જેવોએ આર્થિક સહયોગ આપ્યો હતો એવા દાતાઓને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દીપુભાઈ, અશ્વિનભાઈ, ભાવેશભાઈ સાવલિયા ભરતભાઈ, વિમલભાઈ, કમલેશભાઈ, રાજેશભાઈ, શરદભાઈ,સુનિલભાઈ રામાણી, ઙ્ગતરુણભાઇ, અશ્વિનભાઈ બાબરીયા, ધીરુભાઈ,  SV Tonic, ભાવેશભાઈ પટેલ, જૈમિનભાઈ પટેલ, વસંતભાઈ ડોબરીયા, મેહુલભાઈ પટેલ, હિતેષભાઇ, બાબુભાઇ, નિમિતભાઈ, પૂજાબહેન, દિનેશભાઇ છોડવડીયા, વગેરે વગેરેનું સન્માન થયેલ.

આ ઉત્સવમાં ઙ્ગડલ્લાસના ગુરુકુલના  રસિકભાઈ વોરા તથા હરિકૃષ્ણ કોટડીયા આદિ યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ 'મંદિર શા માટે?' 'આજ મારે ઘેર થાય લીલા લેર જી પધાર્યા મારે આંગણે' સંવાદ તથા નૃત્ય રજુ કર્યું હતું. કંઠસ્થ વચનામૃત અને સ્વામીની વાતો ક્રિશ ગજેરા તથા મીત રામાણીએ સંભળાવ્યું હતું.

જેની પ્રેરણાથી ગુરુકુલનું નિર્માણ થયું છે એવા  દેવપ્રસાદસ્વામીએ તથા સમસ્ત ગુરૂકુલ પરિવારના ગુરૂ એવા પૂ. ગુરૂમહારાજે રૂડા આશીર્વાદ આપ્યા હતા.

આ ઉદઘાટન ઉત્સવમાં ખાસ કરીને ડલ્લાસથી ૭૦ ઉપરાંત ભકતોમાં  ધીરુભાઈ, ભરતભાઈ,  ગોરધનભાઈ, રતિભાઈ,  દિનેશભાઇ,  સોહીલભાઈ, કેયુરભાઈ,  ઙ્ગઘનશ્યામભાઈ , અશ્વિનભાઈ વગેરે તથા શિકાગોથી  મનીષભાઈ વગેરે તથા આસ્ટિનથી  ભાવેશભાઈ વગેરે અમેરિકામાં વિવિધ શહેરોમાંથી ગુરૂકુલ પરિવારના ઘણા ભકતો પધાર્યા હતા.

આસમગ્ર ઉત્સવને સફળ બનાવવામાં શા. આનંદપ્રિયસ્વામીના માર્ગ દર્શન પ્રમાણે સ્થાનિક ભકતો અશ્વિનભાઈ, ભરતભાઈ સુનિલ કુમાર વગેરે સમસ્ત ભકતોએ રાતદિવસ મહેનત કરી હતી.

(12:44 pm IST)
  • દક્ષિણ આંદામાનનો દરિયો, દક્ષિણ બંગાળના અમુક ભાગો અને નિકોબારના ટાપુમાં પણ પ્રવેશ : ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ : હવામાન વિભાગે જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ છે : ચોમાસુ પવનો દક્ષિણ આંદામાનના દરિયામાં મજબૂત થયા : વાદળો તેમજ વરસાદ પણ વધ્યો : સાથે ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.નું એક અપરએર સાયકલોનીક સરકયુલેશન આંદામાનના દરિયામાં છે. જેથી આજે ૧૮ મેએ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાનના દરિયામાં, દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગમાં તેમજ નિકોબાર ટાપુમાં પ્રવેશ કર્યો છે. ચોમાસુરેખા શ્રીલંકાની દક્ષિણેથી શરૂ થઈ ૮૦ ડિગ્રી ઈસ્ટ અને શ્રીલંકાની દક્ષિણેથી ચાલુ થઈ અને ૧૩ ડિગ્રી નોર્થ અને ૯૯ ડિગ્રી ઈસ્ટ સુધી લંબાય છે. access_time 3:26 pm IST

  • રાજકોટમાં ૩૮.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : ધૂળની ડમરીઓ ઉડી રહી છે access_time 3:53 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST