Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાજપાની પત્રકાર પરિષદમાં જૂતું ફેંકનાર શક્તિ ભાર્ગવ આઈટીની ઝપેટમા :બેનામી સંપત્તિનો કેસ

શક્તિ ભાર્ગવ સામે બેનામી સંપત્તિ અને અઘોષિત આવકની આયકર વિભાગની તપાસ

નવી દિલ્હી :દિલ્હીમાં બીજેપીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા પર જૂતું ફેંકનાર શક્તિ ભાર્ગવ વિશે ચોંકાવનારી વિગત સામે આવી છે. હાલમાં શક્તિ ભાર્ગવ બેનામી સંપત્તિ અને અઘોષિત આવકની આયકર વિભાગની તપાસનો સામનો કરી રહ્યો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર શક્તિ ભાર્ગવે 3 બંગલા ખરીદ્યા હતા જેના માટે તેમણે તેના ખાતામાંથી રૂ.11.5 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. આ બંગલા શક્તિ ભાર્ગવે તેની પત્ની, બાળકો અને સંબંધીઓના નામે ખરીદ્યા હતા.

   આયકર વિભાગે સર્ચ ઓપરેશન દરમિયાન શક્તિ ભાર્ગવના ઘરેથી 28 લાખ રૂપિયાની રોકડ અને 50 લાખ રૂપિયાના ઝવેરાત જપ્ત કર્યા હતા. આ માટે કરાયેલી પૂછપરછમાં શક્તિ ભાર્ગવે રૂ.10 કરોડથી વધુની રકમ માટેની કમાણીના સ્ત્રોત અંગે ચુપકીદી સાધી હતી.

(8:38 pm IST)