Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મુસલમાનો પણ આપણા જ છેઃ સાધ્વી પ્રજ્ઞા

નવી દિલ્હીઃ ભોપાલ બેઠકના ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપો અંગે ફરીથી સફાઇ આપી છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહયું કે તેમણે કંઇ ખોટુ કામ નથી કર્યુ.

તેમણે હિંદુ ધર્મને શાંતીનું પ્રતિક ગણાવીને મુસલમાનોને પોતાના લોકો કહયા હતા. તેમણે હિંદુ આતંકવાદની થીયરીને ખોટી ગણાવતા તે કોંગ્રેસી નેતાઓના મગજની ઉપજ જણાવી હતી. તેમણે એમ પણ કહયું કે યુપીએસરકારમાં ગૃહસચિવ રહી ચુકેલા અને હવે ભાજપાના નેતા આર.કે.સિંહ તરફથી ભુતકાળમાં હિંદુ આતંકવાદ શબ્દનો  પ્રયોગ કરાયો હોવાની મને જાણ નથી.

(3:39 pm IST)