Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદમાં જુતુ ફેકાયું : શક્તિ ભાર્ગવની ધરપકડ

નરસિમ્હા રાવ પર છુટ્ટું જૂતું ફેંકાયું: રાવ અને ભુપેન્દ્ર યાદવ સાધ્વી પ્રજ્ઞા પર ભાજપ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી

નવી દિલ્હી ;દિલ્હીમાં ભાજપ પ્રવકતા જીવીએલ નરસિમ્હા રાવ પર છુટ્ટું જૂતું ફેંકાયું છે. રાવ અને ભુપેન્દ્ર યાદવ સાધ્વી પ્રજ્ઞા પર ભાજપ હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદ કરાઇ હતી. જ્યારે આ ઘટના બની હતી. જો કે જૂતું ફેંકનાર આ શખ્સને તરત જ સુરક્ષા કર્મચારીઓએ અરેસ્ટ કરી લીધો છે.

. દિલ્લીમાં ભાજપની પત્રકાર પરિષદ ચાલી રહી હતી. તે સમયે GVL નરસિમ્હા રાવ પર એક શખ્સે જુતુ ફેંક્યું હતું. જુતુ ફેંકનાર શખ્સનું નામ શક્તિ ભાર્ગવ હોવાનું સામે આવ્યું છે અને તેની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે  પત્રકાર પરિષદમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે કોઈ વાત થઈ રહી હતી. તે સમયે આ શખ્સે જુતુ ફેંક્યું હતું. તો GVL નરસિમ્હા રાવ પણ બાલ બાલ બચ્યા હતા અને તેમને જુતુ વાગતા રહી ગયું હતું. ઝડપાયેલ શખ્સ કાનપુરનો રહેવાસી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(2:40 pm IST)