Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

નરેન્દ્રભાઇ અમરેલીમાં: કોંગ્રેસ સામે આકરા પ્રહારો

કમાણી ફોરવર્ડ હાઇસ્કુલનાં મેદાનમાં જનમેદની ઉમટીઃ મોદી-મોદી... ના નારા

અમરેલી તા. ૧૮ :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સવારે  અમરેલીના મહેમાન બન્યા છે. અને કમાણી ફોર વર્ડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી.

 

આ તકે જીતુભાઇ વાઘાણી, નારણભાઇ કાછડીયા, દિલીપભાઇ સંઘાણી, બાવકુભાઇ ઉંઘાડ સહિત ભાજપના સાંસદો, ધારાસભ્યો, ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

કમાણી ફોરવર્ડ હાઇસ્કુલના વિશાળ મેદાનમાં જાહેરસભા સંબોધશે. મેદાનમાં પ૦ હજાર લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેજ માટે ડોમમાં એસી સહિતની સુવિધા સાથે વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને લોકો માટે પણ અલગ અલગ વિભાગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બહાર ગામથી આવતી તમામ બસો સહિતના વાહનો માટે અલગ અલગ ઝોન બનાવીને પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમરેલીના એરોડ્રામથી ફોરવર્ડ મેદાન સુધીના રોડ પર જ બંદોબસ્ત માટે રપ૦ જેટલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. અમરેલી શહેર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હોય તેમ જયાં જુઓ ત્યાં પોલીસ કર્મચારીઓ અને પોલીસના વાહનો નજરે પડતા જોવા મળ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં તેમણે છેલ્લી સભા અમરેલીમાં સંબોધી હતી અને વડાપ્રધાન બની ગયા હતાં. તે પછી તેઓ ગત તા. ૧૭ સપ્ટેમ્બર ર૦૧૭ ના અમરેલી આવ્યા હતાં. અને પોતાનો જન્મ દિવસ અમરેલીમાં ઉજવ્યો હતો તથા બ્રોડગેજની જાહેરાત કરી હતી.  ત્યારબાદ તેઓ ફરીથી અમરેલી આવી રહ્યાં છે.

અમરેલીમાં વડાપ્રધાનના આગમનના પગલે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીજી પોતે અમરેલીમાં છાવણી નાખીને સમગ્ર વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા હતાં. ડીજી, ભાવનગરના આઇજી અને અમરેલીના એસપીની આગેવાનીમાં ચાર ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, પોલીસ હોમગાર્ડ સહિત ૬૦૦ કર્મચારીઓ તૈનાત છે.

(12:16 pm IST)