Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ઓસ્ટ્રેલિયાના ત્રીજા સંસદને લાગ્યો કોરોના વાયરસનો ચેપ

મિત્રના લગ્નની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ ફલૂ જેવા લક્ષણો: ઓછામાં ઓછા છ મહેમાનોને પણ ચેપ લાગ્યો

ઓસ્ટ્રેલિયામાં કોરના વાઇરસે હાહાકાર મચાવ્યેો છે. અહી ત્રીજા સાંસદને કોરોના પોઝિટિવ આવ્યો છે. મંગળવારે ન્યુ સાઉથ વેલ્સ પ્રાંતના સેનેટર એન્ડ્રયૂ બ્રેગે જણાવ્યુ હતું કે 6 માર્ચે એક મિત્રના લગ્નની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ તેમનામાં ફલૂ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તપાસમાં તેમને ચેપ હોવાની ખાતરી થઈ હતી. લગ્નમાં ભાગ લેનારા ઓછામાં ઓછા છ મહેમાનોને પણ ચેપ લાગ્યો છે.

(12:56 pm IST)