Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

અમેરિકન એરલાઇન્સોએ સરકાર પાસે ૫૦ અબજ ડોલરના રાહત પેકેજની માગ કરી

  ન્યૂયોર્કઃ કોરોનાને કારણે મોટા ભાગની એરલાઇન્સ કટોકટીનો સામનો કરી રહી છે ત્યારે અમેરિકાની એરલાઇન્સોએ સરકાર પાસે ૫૦ અબજ ડોલરના રાહત પેકેજની માગ કરી છે. એરલાઇન્સ ફોર અમેરિકાએ એેક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અમેરિકન એરલાઇન્સ ૯/૧૧ કરતા પણ વધારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે.

એરલાઇન્સ ફોર અમેરિકાના પ્રમુખ અને ચીફ એકિઝકયુટીવ નિકોલસ કેલિઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સમસ્યા આજની છે. આવતીકાલ નથી તેથી અમેરિકન સરકારે તાત્કાલિક રાહત પેકેજ આપવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટી તંત્રે પણ સ્વીકાર્યુ છે કે કારોના વાઇરસને કારણે સૌથી અસરગ્રસ્ત સેકટરોમાં એરલાઇન્સ સેકટર પણ સામેલ છે. એરલાઇન્સ ફોર અમેરિકાએ વધુમાં જણાવ્યું છે કે ૨૦૨૦ના અંતે એરલાઇન્સની રોકડ તરલતામાં ઓછામાં ઓછું ૨૩ અબજ ડોલર અને વધુમાં વધુ ૫૩ અબજ ડોલરનો દ્યટાડો થશે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સેન્ટર ફોર એશિયા પેસિફિક એવિએશન (સીએપીએ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસની મહામારીને કારણે વિશ્વની મોટા ભાગની એરલાઇન્સ મેના અંત સુધીમાં નાદાર થઇ જશે અને જો આ સ્થિતિ ટાળવી હોય તો વિશ્વની સરકારોએ એક થઇ સુનિયોજિત પગલા ભરવા પડશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના પ્રસારને વધુ અટકાવવા માટે મોટા ભાગના દેશોએ વિદેશી યાત્રીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના કારણે વિશ્વની મોટા ભાગની એરલાઇન્સ કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઇ છે.

ફલાઇટ રદ થવા અને બુકિંગ કેન્સલ થવાના કારણે એરલાઇન્સ કંપનીઓનું કેશ રિઝર્વ સતત દ્યટી રહ્યું છે.

(12:51 pm IST)