Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

શેરબજાર ત્રણ વર્ષના તળિયે

જાન્યુઆરીની ટોચથી ૩૯,૭પ,૯૬૩ કરોડ રૂપિયાનું ધોવાણ વિશ્વ આર્થિક મંદી તરફ આગળ ધપી રહ્યુ છે

મુંબઇ તા. ૧૮ :.. ભારતીય શેરબજાર માટે ર૦ર૦ ના વર્ષનો પ્રારંભ વિક્રમી તેજીથી  થયો હતો અને ર૦ જાન્યુઆરીએ સેન્સેકસ અને નિફટી બન્નેએ ઇતિહાસની સૌથી ઊંંચી સપાટી સર કરી હતી. ચીનમાં કોરોના વાઇરસની અસર વિશે ર૭ જાન્યુઆરીએ જાહેરાત થઇ હતી, પણ બજારો છતાં મકકમ રીતે વધીને ર૦ ફેબ્રુઆરી સુધી ટ્રેડ કરી રહ્યાં હતાં, પણ પછી વાઇરસનો વ્યાપ ધીમે - ધીમે ૧૪૦ દેશો સુધી અને મૃત્યુઆંક ૭પ૦૦ ને પાર કરી ગયો છે. વિશ્વના અનેક દેશોમાં અત્યારે લોકો ઘરની અંદર પુરાઇ ગયા છે, બિઝનેસ ઠપ છે, વિમાન પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને એને કારણે વિશ્વ આર્થિક મંદી તરફ આગળ ધપી રહયું છે. ભારતમાં અત્યારે કોરોનાના કેસની સંખ્યા ૧૩૭ જ છે, પણ ભારતમાં વાઇરસનો ત્રીજો તબકકો હજી શરૂ નથી થયો અને વધારે ને વધારે અંકુશ મુકવા પડે એવી સ્થિતિ છે. આના ડરથી વૈશ્વિક રીતે શેરબજારોમાં ભારે વેચવાલી આવી રહી છે.

આજે સેન્સેકસ અને નિફટી માર્ચ ર૦૧૭ પછીની એટલે કે ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ બંધ રહ્ય હતાં. દિવસની ઊંચી સપાટી ૩ર,૦૪૭.૯૮ થી ૧૪૬૯ પોઇન્ટ અને આગલા બંધથી ૮૧૦.૯૮ પોઇન્ટ ઘટીને સેન્સેકસ આજે ૩૦,પ૭૯.૦૯ ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફટી પણ દિવસની ઊંચી સપાટી ૯૪૦૩.૮૦ થી ૪૪૦ પોઇન્ટ અને આગલા બંધથી ર૩૦.૩પ પોઇન્ટ ઘટીને ૮૯૬૭.૦પ બંધ આવ્યો હતો. આજના ઘટાડા સાથે નિફટી એની સૌથી ઊંચી સપાટી ૧ર,૪૩૦.પ૦ થી ર૭.૮૬ ટકા ઘટી ગયો છે. આજે રોકાણકારોએ વધુ ર.૧૧ લાખ કરોડ રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો અને જાન્યુઆરી  ર૦ર૦ ની ઐતિહાસીક સપાટીથી રોકાણકારોએ ૩૯,૭પ,૯૬૩.૯૧ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે. આ આંકડો એટલો મોટો છે કે દેશની સૌથી મોટી બેન્ક પાસે જે કુલ જમા થાપણ છે એના કરતાં પણ એ વધારે છે.

સોમવારે અમેરિકન બજારો ૧૯૮૭ ના બ્લેક મન્ડે પછી સૌથી વધુ ઘટીને બંધ આવ્યા છે. આજે અમેરિકામાં ભારે અફરાતરફી વચ્ચે ટ્રેડીંગ ચાલી રહ્યું છે અને ડાઉ જોન્સ ઇન્ડેકસ ત્રણ વર્ષમાં પ્રથમ વખત ર૦,૦૦૦ ની સપાટી નીચે ગયો હતો. અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલીયા સહિત વિશ્વના શેરબજારમાં છેલ્લા એક મહિનાથી ભારે વેચવાલી છે અને એમાં ૧૬ લાખ કરોડ ડોલર જેટલી રકમનું અને રોકાણકારોની સંપતિનું ધોવાણ થયું છે. અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને એનું કદ ર૧ લાખ કરોડ ડોલર છે એટલે કલ્પના કરી શકય કે સંપતિનું ધોવાણ કેટલું વિકરાળ છે.

આ વેચવાલીની અસરમાં ક્રુડ, ઓઇલ, સોના-ચાંદી, કોપર, એલ્યુમિનીયમ, પેલેડિયમ, પ્લેટિનમ જેવી ધાતુઓના ભાવ પણ ઘટી રહ્યા છે અને એને કારણે જે નુકસાન થયું છે એનો કોઇએ અંદાજ જ નથી. જે રીતે લોકડાઉન થઇ રહ્યુ છે એનાથી વિશ્વભરની દરેક એરલાઇન્સ મે મહિના સુધીમાં દેવાળંુ ફુંકશે એવી ચેતવણી આવી છે. વિશ્વના લાખો લોકોની રોજગારી પર ખતરો મંડાઇ રહ્યો છે અને એનું નુકસાનનો તો આવનારા સમયમાં જ ખ્યાલ આવી શકે છે.

(11:53 am IST)