Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

જીએસટી રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપતા પતંજલીને ૭૫ કરોડનો દંડ

નવી દિલ્હી : જીએસટીના રેટમાં થયેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકોને નહીં આપવા બદલ યોગ ગુરૂબાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદ લીમીટેડને ૭૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.નફાખોરી સામે કાર્યવાહી કરતી નેશનલ એન્ટી પ્રોફીટીયરીંગ કમીટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. કમીટીનું કહેવું છે કે જીએસટીમાં થતાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચે તે નિશ્ચિત કરવું જરૂરી છે. કંપનીને ચાર મહિનાની અંદર આ દંડ વસૂલવો પડશે.એક મીડીયા રીપોર્ટ પ્રમાણે જીએસટીના રેટ પહેલા ૨૮ ટકા હતા તે ઘટાડીને ૧૮ ટકા કરાયા હતા અને નવેમ્બર ૨૦૧૭માં તે ઘટાડીને ૧૨ ટકા કરાયા હતા પણ પતંજલીએ આ રેટનો ફાયદો ગ્રાહકોને આપ્યો નહોતો. જેમ કે, કપડા ધોવાના પાઉડરનો ભાવ ઘટાડવાની જગ્યાએ ઉલટાનો વધારી દીધો હતો. પતંજલીને દંડની આ રકમ રાજયના ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવી પડશે.

(11:47 am IST)