Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ર૦૧૮ માં હરિયાણાની વિદ્યાર્થીની સાથેના દુષ્કર્મના ત્રણ દોષીતોને થઇ ૧૦-૧૦ વર્ષની જેલની સજા

સોનીપત( હરિયાણા) ની અદાલતએ ર૦૧૮ માં એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના મામલામાં ત્રણ લોકોને દોષિત જાહેર કરતા ૧૦-૧૦ વર્ષની જેલની સજા થઇ છે.      દોષિતો પર રૂ. ૧૦૦૦૦ - રૂ.૧૦૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે અને દંડ  ન ભરે તો એમને એક એક વર્ષની વધારાની સજા ભોગવવી પડશે. જુન ર૦૧૮ માં મામલાને લઇ પોલીસમાં ફરીાદ દાખલ થઇ હતી.

(10:34 pm IST)
  • કચ્છના ટોચના રાજકી આગેવાન જયંતીભાઇ ભાનુશાળી હત્યાનો ચકચારી મામલો : આરોપી જયંતી ડુમરા (ઠક્કર)ની જેલમાં મહેફીલની તપાસ 'સીટ'ને સુપ્રત થતા તપાસનો ધમધમાટ ડી.વાય.એસ.પી. પિયુષ પિરોજીયા ટીમ જેલના સીસીટીવી ફુટેજ-બીજા આરોપીઓને પૂછપરછ થશે : સીઆઇડી વડા આશીષ ભાટીયા - ડીઆઇજી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવીશઃ ડી.વાય.એસ.પી. પિયુષ પિરોજીયા સાથે અકિલાની વાતચીત access_time 11:54 am IST

  • આવતીકાલથી મહારાષ્ટ્રમાં ફરી વરસાદ વધશે : મુંબઇઃ ખાનગી હવામાન સંસ્થાના વર્તારા મુજબ તા.૧૮ થી ૨૦-૨૧ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધશે. મહારાઠાવાડમાં પણ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી સંભાવના છે. મુંબઇ માટે હવે જાહેરાત થશે. દરમિયાન ગઇ રાત્રે મુંબઇમાં હળવો-મધ્યમ વરસાદ પડયો છે. access_time 1:20 pm IST

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું જળસ્ત્રોત્ર પર અતિક્રમણને અપરાધ ગણાશે : કમલનાથે મંત્રાલયમાં પાણીના અધિકાર કેટ માટે બનેલી જળ તજજ્ઞોની સમિતિના સભ્યો સાથે બેઠક યોજી : બેઠકમાં કમલનાથે કહ્યું કે રાજ્યમાં નદીઓ,તળાવો,અને અન્ય જળસ્રોત પર તમામ અતિક્રમણને સખ્તાઈથી હટાવાશે access_time 1:10 am IST