Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ઇસરો હવે ઉપગ્રહોની નવી શ્રેણી લોંચ કરશેઃ દેશના દરેક ખૂણા પર રાખી શકાશે નજર

શ્રેણીનો પહેલો ઉપગ્રહ જીઆઇસેટ-૧ આ વર્ષ છોડવામાં આવી શકે છે

બેગલોર,તા.૧૭: ભારતની અવકાશ સંસ્થા ઇસરો દુર સંવેદી ઉપગ્રહોની એક નવી શ્રેણી તૈયાર કરશે. તેના હેઠળ જીઓ ઇમેજીંગ સેટેલાઇટ એટલે કે જીઆઇસેટ -૧ અને જીઆઇસેટ-૨ નામના બે ઉપગ્રહો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ અત્યંત શકિતશાળી અને એવા પ્રકારના ઉપગ્રહો છે જેના વડે ભારતીય વિસ્તારના ખૂણે ખૂણા પર દરેક પળે નજર રાખી શકાશે. આ ઉપગ્રહની નજરમાં પાકિસ્તાન, પશ્ચિમી ચીન અને હિંદ મહાસાગરનો કેટલોક ભાગ પણ રહેશે.ઇસરો સુત્રોનું માનીએ તો જીઆઇસેટ-૧નું પ્રક્ષેપણ આ વર્ષ અંત સુધીમાં જીએસએલવી માર્ક-૨ રોકેટ દ્વારા શ્રી હરિકોટ ખાતે આવેલા સલીશ ધવન અંત અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જીઆઇ સેટ શ્રેણીનાં ઉપગ્રહોની નજર હંમેશા ભારતીય ભૂ-ભાગ પર રહેશે. આ ઉપગ્રહથી કુદરતી આપતિના પ્રબંધન પર અને રાહત કાર્યોના સમન્વયમાં મદદ મળશે. સાથે જ ખેતી આયોજન, મોસમના અવલોકન, પર્યાવરણ ઉપર નિગરાણી રાખવામાં પણ મદદ મળશે.

(3:46 pm IST)