Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પિતાએ બનાવેલા કાયદા હેઠળ જ PSA દ્વારા ડો. ફારૂક અબ્દુલ્લા કેદ થઇ ગયા!!!

જમ્મુ તા. ૧૭: જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને સત્તાવાળાઓ દ્વારા પબ્લિક સિકયુરિટી એકટ (PSA) હેઠળ તેમના નિવાસે જ કેદ કરવામાં આવ્યા છે. તેમને જયાં રાખવામાં આવ્યા છે તેને હંગામી જેલ જાહેર કરવામાં આવી છે. રાજયમાં શાંતિ જળવાઇ રહે અને હિંસા ફેલાય નહીં તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું મનાય છે. PSA હેઠળ કોઇપણ વ્યકિતને કોઇપણ પ્રકારનો કેસ ચલાવ્યા વિના બે વર્ષ માટે જેલમાં રાખી શકાય છે. આ કાયદાને ફારૂક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાના કાર્યકાળમાં પહેલી વખત લાગુ કરાયો હતો. ફારૂક અબ્દુલ્લા શ્રીનગરથી લોકસભાના સાંસદ છે. તેઓ પ ઓગસ્ટે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી નજરકેદ છે. જમ્મુ એન્ડ કાશ્મીરનાં ગૃહમંત્રાલય દ્વારા તેમને કેદ કરાયા છે.

સાર્વજનિક સુરક્ષા અધિનિયમ (પીએસએ) દ્વારા ગત ૧પમીના કેદ કરાયા છે. આ કાયદાને ૮-૪-૧૯૭૮ના રાજયપાલે મંજૂરી આપી હતી. લાકડાની ચોરી કરનારાને કાબૂમાં લેવા આ કાયદો બનાવાયો હતો. જેમાં ૮ વર્ષથી નીચેની વયના લોકોને કેદ કરી શકાતા નથી.

આ કાયદાની ધારા રર મુજબ PSA નું પાલન કંઇ ન કરે તો તેની વિરૂધ્ધ કોઇ મામલો ચલાવાતો નથી. જો કે વર્તમાન સ્થિતિમાં તંત્રએ ઘણા લોકોને આ કાયદા તળે કેદ કરી લીધા છે.

(3:45 pm IST)